________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
૯૬ ]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
निश्चयेन वर्णपंचकं, रसपंचकं, गन्धद्वितयं, स्पर्शाष्टकं, स्त्रीपुंनपुंसकादिविजातीयविभावव्यंजनपर्यायाः, कुब्जादिसंस्थानानि, वज्रर्षभनाराचादिसंहननानि विद्यन्ते पुद्गलानामेव, न जीवानाम् । संसारावस्थायां संसारिणो जीवस्य स्थावरनामकर्मसंयुक्तस्य कर्मफलचेतना भवति, त्रसनामकर्मसनाथस्य कार्ययुतकर्मफलचेतना भवति । कार्यपरमात्मनः कारणपरमात्मनश्च शुद्धज्ञानचेतना भवति । अत एव कार्यसमयसारस्य वा कारणसमयसारस्य वा शुद्धज्ञानचेतना सहजफलरूपा ભવતિા અત: सहजशुद्धज्ञानचेतनात्मानं निजकारणपरमात्मानं संसारावस्थायां मुक्तावस्थायां वा सर्वदैकरूपत्वादुपादेयमिति हे शिष्य त्वं जानीहि इति।
तथा चोक्तमेकत्वसप्ततौ
..
(મંવાાંતા)
आत्मा भिन्नस्तद्नुगतिमत्कर्म भिन्नं तयोर्या प्रत्यासत्तेर्भवति विकृतिः साऽपि भिन्ना तथैव । कालक्षेत्रप्रमुखमपि यत्तच्च भिन्नं मतं मे भिन्नं भिन्नं निजगुणकलालंकृतं सर्वमेतत्।।"
નિશ્ચયથી પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શ, સ્ત્રી-પુરુષ-નપુંસકાદિ વિજાતીય વિભાવવ્યંજનપર્યાયો, કુબ્જાદિ સંસ્થાનો, વજ્રર્ષભનારાચાદિ સંહનનો પુદ્દગલોને જ છે, જીવોને નથી. સંસાર–અવસ્થામાં સ્થાવરનામકર્મયુક્ત સંસારી જીવને કર્મફળચેતના હોય છે, ત્રસનામકર્મયુક્ત સંસારી જીવને કાર્ય સહિત કર્મફળચેતના હોય છે. કાર્યપ૨માત્માને અને કા૨ણપ૨માત્માને શુદ્ધજ્ઞાનચેતના હોય છે. તેથી જ કાર્યસમયસારને કે કારણસમયસારને સહજફળરૂપ શુદ્ધજ્ઞાનચેતના હોય છે. આથી, સહજશુદ્ધ-જ્ઞાનચેતનાસ્વરૂપ નિજ કારણપરમાત્મા સંસારાવસ્થામાં કે મુક્તાવસ્થામાં સર્વદા એકરૂપ હોવાથી ઉપાદેય છે એમ, કે શિષ્ય ! તું જાણ.
એવી રીતે એકત્વસતિમાં (શ્રીપદ્મનંદી-આચાર્યદેવકૃત પદ્મનંદિપંચવિંતિકા નામના શાસ્ત્રને વિષે એકત્વસતિ નામના અધિકારમાં ૭૯ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
66
‘[ શ્લોકાર્થ:- ] મારું એમ મંતવ્ય છે કે-આત્મા જુદો છે અને તેની પાછળ પાછળ જનારું કર્મ જુદું છે; આત્મા અને કર્મની અતિ નિકટતાથી જે વિકૃતિ થાય છે તે પણ તેવી જ રીતે (આત્માથી ) જુદી છે; વળી કાળ-ક્ષેત્રાદિક જે છે તે પણ (આત્માથી ) જુદાં છે. નિજ નિજ ગુણકળાથી અલંકૃત આ બધુંય જુદે જુદું છે ( અર્થાત્
Please inform us of any errors on rajesh@Atma Dharma.com