________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
शिखरशिखामणेः परद्रव्यपराङ्मुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य परमजिनयोगीश्वरस्य स्वद्रव्यनिशितमतेरुपादेयो भावान्तराणामगोचरत्वाद्
ह्यात्मा।
औदयिकादिचतुर्णां
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
द्रव्यभावनोकर्मोपाधिसमुपजनितविभावगुणपर्यायरहितः, अनादिनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्ध- सहजपरमपारिणामिकभावस्वभावकारणपरमात्मा ह्यात्मा।अत्यासन्नभव्यजीवानामेवंभूतं निजपरमात्मानमन्तरेण न किंचिदुपादेयमस्तीति।
(मालिनी )
जयति समयसारः सर्वतत्त्वैकसारः सकलविलयदूरः प्रास्तदुर्वारमारः । दुरिततरुकुठारः शुद्धबोधावतार:
सुखजलनिधिपूरः क्लेशवाराशिपारः।। ५४ ।।
વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણ છે, પરદ્રવ્યથી જે પરાભુખ છે, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે, જે પરમ જિનયોગીશ્વર છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે-એવા આત્માને ‘ આત્મા' ખરેખર ઉપાદેય છે. ઔદિયક આદિ ચાર ભાવાંતોને અગોચર હોવાથી જે ( કા૨ણપ૨માત્મા ) દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયો વિનાનો છે, તથા અનાદિ-અનંત અમૂર્ત અહીંદ્રિયસ્વભાવવાળો શુદ્ધ-સહજપરમ-પારિણામિકભાવ જેનો સ્વભાવ છે–એવો કા૨ણપ૨માત્મા તે ખરેખર ‘આત્મા ’ છે. અતિઆસન્ન ભવ્યજીવોને એવા નિજ પરમાત્મા સિવાય (બી) કાંઈ ઉપાદેય નથી.
[હવે ૩૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે: ]
=
[શ્લોકાર્થ:- ] સર્વ તત્ત્વોમાં જે એક સાર છે, જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે, જેણે દુર્વા૨ કામને નષ્ટ કર્યો છે, જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે, જે शुद्ध જ્ઞાનનો અવતાર છે, જે સુખસાગરનું પૂર છે અને જે લેશોદધિનો કિનારો છે, તે સમયસાર (શુદ્ધ આત્મા ) જયવંત વર્તે છે. ૫૪.
૧. શિખામણિ
ટોચ ઉપ૨નું રત્ન; ચૂડામણિ; કલગીનું રત્ન.
૨. ભાવાંતરો = અન્ય ભાવો.[ ઔયિક, ઔપમિક, ક્ષાયોપમિક અને ક્ષાયિક-એ ચાર
ભાવો પરમપારિણામિકભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કહ્યા છે. પરમપારિણામિક-ભાવ જેનો સ્વભાવ છે એવો કા૨ણપ૨માત્મા આ ચાર ભાવાંતરોને અગોચર છે.]
Please inform us of any errors on rajesh@Atma Dharma.com