________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૬૭) (–આત્માની સાથે એક ક્ષેત્રે આગમન થવું) તે દ્રવ્યાસવ છે. (તેમાં જીવની અશુદ્ધપર્યાય નિમિત્ત માત્ર છે.)
પુણ્ય-પાપ બન્ને આસ્રવ અને બંધના ભેદ છે. પુણ્ય- દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત ઇત્યાદિ શુભભાવ જીવની પર્યાયમાં થાય છે, તે અરૂપી અશુદ્ધભાવ છે અને તે ભાવપુણ્ય છે અને તે સમયે કર્મયોગ્ય પરમાણુઓનો સમૂહ સ્વયં સ્વત: એકક્ષેત્રાવગા સંબંધથી જીવની સાથે બંધાય છે. તે દ્રવ્યપુણ્ય છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે.) પાપ- હિંસા, અસત્ય, ચોરી ઇત્યાદિ જે અશુભભાવ છે તે ભાવપાપ છે અને તે સમયે કર્મયોગ્ય પુદ્ગલ સ્વયં સ્વત: જીવની સાથે બંધાય છે તે દ્રવ્યપાપ છે. (તેમાં જીવની અશુદ્ધપર્યાય નિમિત્ત માત્ર છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com