________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૧૨) પર દ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિ સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, કોઈને ઈષ્ટ-અનિષ્ટ માની તેમાં રાગદ્વષ કરતા નથી. હિંસાદિરૂપ અશુભોપયોગનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી, એવી અંતરંગ દશા થતાં બાહ્ય દિગંબર સૌમ્યમુદ્રા ધારી થયા છે, ૨૮ મૂલગુણોને જેઓ અખંડિત પાળે છે. આવા આચાર્યના ૩૬ ગુણ:
૧૦ ઉત્તમક્ષમાદિ ધર્મ, ૧૦ પ્રકારનાં તપ, ૫ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, એ પાંચ આચાર. ૬ આવશ્યક-(૧ સામાયિક, ૨ ચોવીશ તીર્થકર અથવા પંચપરમેષ્ઠીની સ્તુતિ, ૩ વંદના, ૪ પ્રતિક્રમણ, ૫ પ્રત્યાખ્યાન અને ૬ કાયોત્સર્ગ). ગુતિ (મન-વચન-કાયગતિ ) એ પ્રમાણે ૩૬ ગુણ પોતે પાળે છે તથા બીજા ભવ્યજીવોને પળાવે છે આવા આચાર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com