________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૯૮) ૧૪૪ પ્ર. મિથ્યાજ્ઞાન કોને કહે છે?
ઉ. પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને યથાર્થ ન જાણવા તેને મિથ્યાજ્ઞાન કહે છે. તે મિથ્યાજ્ઞાનથી તેના જાણવામાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય (–અનિશ્ચય) હોય છે.
૧૪૫ પ્ર. સંશય કોને કહે છે?
ઉ. “આ આમ છે કે આમ છે' એ રીતે પરસ્પર વિરુદ્ધતા સહિત બે પ્રકારના જ્ઞાનને સંશય કહે છે જેમ કે હું આત્મા છું કે શરીર.
૧૪૬ પ્ર. વિપર્યય કોને કહે છે?
ઉ. “આમ જ છે”—એ રીતે વસ્તુસ્વરૂપથી વિરુદ્ધ એકરૂપ જ્ઞાન હોય તેને વિપર્યય કહે છે. જેમ કે હું શરીર છું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com