________________
(૮૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા)
ઇષ્ટોપદેશ टीका- अभ्यस्येद्भावयेत्कोसौ ? योगी संयमी। किं ? तत्त्वं यथात्म्यं। कस्य ? निजात्मनः। केन ? अभियोगेन आलस्यनिद्रादिनिरासेन ? क्व ? एकांते योग्यशून्यगृहादौ। किं विशिष्टःसन्-? अभवन्नजायमानश्चित्तस्य मनसो विक्षेपो रागादिसंक्षोभो यस्य सोऽयमित्थंभूतः सन्। किंभूतो भूत्वा ? तथाभूत इत्याह। तत्त्वसंस्थितस्तत्त्वे हेये उपादेये च गुरुपदेशान्निश्चलधी: यदि वा तत्त्वेन साध्ये वस्तुनि सम्यक् स्थितो यथोक्तकायोत्सर्गादिना व्यवस्थितः।
શ્લોક-૩૬ અન્વયાર્થ:- [ ગમવત ચિત્તવિક્ષેપ:] જેના ચિત્તમાં ક્ષોભ નથી (અર્થાત્ જેના ચિત્તમાં રાગ-દ્વેષાદિ વિકાર પરિણતિરૂપ ક્ષોભ-વિક્ષેપ નથી) તથા જે [તત્વસંસ્થિત:] તત્ત્વમાં (આત્મસ્વરૂપમાં) સારી રીતે સ્થિત છે તેવા (યોગી) યોગીએ [મિયોન] સાવધાનીપૂર્વક (અર્થાત્ આળસ, નિંદ્રાદિના પરિત્યાગપૂર્વક ) [વાજો] એકાન્તસ્થાનમાં [વિનાત્મન: તવં] પોતાના આત્મતત્ત્વનો [૪]ચે] અભ્યાસ કરવો.
ટીકા - અભ્યાસ કરવો-ભાવવો. કોણે તે? યોગીએ-સંયમીએ. શું (અભ્યાસ કરવો)? આત્માસંબંધી તત્ત્વનો. કોનો? નિજ આત્માનો (-પોતાના સ્વરૂપનો) શા વડે? અભિયોગ વડે અર્થાત્ આળસ, નિંદ્રાદિના ત્યાગ વડે. ક્યાં (અભ્યાસ કરવો )? એકાન્તમાં એટલે યોગ્ય ખાલી ગૃહાદિમાં. કેવા પ્રકારનો થઈને? જેના ચિત્તમાં મનમાં વિક્ષેપ અર્થાત રાગાદિરૂપ ક્ષોભ નથી તેવો થઈને? કહે છે, “આવો' કેવા થઈને- તત્ત્વમાં સારી રીતે સ્થિત અર્થાત્ તત્ત્વ એટલે હેય-ઉપાદેય તત્ત્વોમાં ગુરુના ઉપદેશથી જેની બુદ્ધિ નિશ્ચલ થઈ ગઈ છે તેવો થઈને અથવા પરમાર્થરૂપે સાધ્ય વસ્તુમાં સમ્યફપ્રકારે સ્થિત એટલે જેવા કહ્યા છે તેવા કાયોત્સર્ગાદિદ્વારા વ્યવસ્થિત-થઈને.
ભાવાર્થ-જ્યાં સુધી રાગ-દ્વેષાદિ વિકલ્પોથી ચિત્ત વિક્ષિત રહે છે- આકુલિત રહે છે, ત્યાં સુધી આત્મસ્વરૂપનું ધ્યાન થઈ શકતું નથી. સમાધિતંત્ર શ્લોક ૩૫માં કહ્યું છે કે
“જેનું મનરૂપી જલ રાગ-દ્વેષાદિ તરંગોથી ચંચલ (વિક્ષિપ્ત) થતું નથી, તે જ પુરુષ આત્માના યથાર્થ સ્વરૂપનો અનુભવ કરે છે; રાગ-દ્વેષાદિ કલ્લોલોથી આકુલિતચિત્તવાળો પુરુષ આત્મ-તત્ત્વનો અનુભવ કરી શકતો નથી.” *
* रागद्वेषादिकल्लोलैरलोलं यन्मनोजलम्। स पश्यत्यात्मनस्ततत्त्वं तत् तत्त्वं नेतरो जनः।।३५ ।।
[ સમાણિતત્રં–શ્રી પૂપાવીવાર્ય: ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com