________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪) ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદअत्राह शिष्यः संवित्तिरिति अभ्यासः कथमित्यनुवर्त्यन्ते नायमर्थः संयम्यते। भगवन् ! उक्तलक्षणसंवित्तिः प्रवर्तमाना केनोपायेन योगिनो विज्ञायते कथं च प्रतिक्षणं प्रकर्षमापद्यते। अत्राचार्यो वक्ति। उच्यत इति धीमन्नाकर्णय वर्ण्यते तल्लिंगं तावन्मयेत्यर्थः।
यथा यथा समायाति संवितौ तत्त्वमुत्तमम्। तथा तथा न रोचन्ते विषयाः सुलभा अपि।।७।।
માટે યોગીએ પ્રથમ ગુના ઉપદેશથી ય-ઉપાદેય તત્ત્વોમાં બુદ્ધિ નિશ્ચલ કરી પોતાના ચિત્તને મોહ-ક્ષોભરહિત કરવું. પછી કાયોત્સર્ગાદિદ્વારા વ્યવસ્થિત થઈ એકાન્તમાં–શૂન્ય ગૃહમાં કે પર્વતની ગુફામાં- આળસ તથા નિદ્રાદિનો ત્યાગ કરી પોતાના આત્માના યથાર્થ સ્વરૂપનો અભ્યાસ કરવો.
આ શ્લોકમાં આત્મસ્વરૂપના અભ્યાસ માટે આચાર્ય નીચેના મુખ્ય ત્રણ ઉપાયો સૂચવ્યા છે:
૧. ગુરુના ઉપદેશદ્વારા હેય-ઉપાદેય તત્ત્વોમાં અર્થાત્ સ્વ-પરના ભેદવિજ્ઞાનમાં બુદ્ધિને સ્થિર કરવી;
૨. ચિત્તને મોહ-ક્ષોભરહિત કરવું અર્થાત્ રાગ-દ્વેષાદિ વિકલ્પોથી વિક્ષિસ ન કરવું; ૩. પ્રમાદનો ત્યાગ કરી એકાન્તમાં આત્મસ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવો. ૩૬.
હવે શિષ્ય કહે છે- “સંવિત્તિ' એટલે અભ્યાસ કેવી રીતે અનુવર્તાય (કરાય)? આ અર્થ (ભાવ) સંયમિત કરાતો નથી (- અર્થાત્ આટલાથી પૂરો થતો નથી).
ભગવાન! ઉક્ત લક્ષણવાળી સંવિત્તિ (આત્માનુભવ) થઈ રહી છે તે યોગીને ક્યા ઉપાયથી જાણી શકાય? અને પ્રતિક્ષણ તેનો પ્રકર્ષ થઈ રહ્યો છે તે પણ કેવી રીતે જાણી શકાય ?
અહીં આચાર્ય કહે છે- “હે ધીમ! સાંભળ, હું તેના ચિહ્નનું વર્ણન કરું છું' – એવો અર્થ છે.
જ્યમ જ્યમ સંવેદન વિષે આવે ઉત્તમ તત્ત્વ, સુલભ મળે વિષયો છતાં, જરીયે કરે ન મમત્વ. ૩૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com