________________
(૮૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા)
ઇષ્ટપદેશ टीका- येन येन प्रकारेण संवित्तौ विशुद्धात्मस्वरूपं सांमुख्येनागच्छति योगिनः तथा तथानायासलभ्या अपि रम्येन्द्रियार्था भोग्यबुद्धिं नोत्पादयन्ति महासुखलब्धावल्पसुखकारणानां लोकेऽप्यनादरणीयत्वदर्शनात्। तथा चोक्तम्
“शमसुखशीलितमनसामशनमपि द्वेषमेति किमु कामाः।
स्थलमपि दहति झषाणां किमंग पुनरङ्गमङ्गराः" ।।१।। अतो विषयारुचिरेव योगिनः स्वात्मसंवित्तेर्गमिको तदभावे तदभावात् प्रकृष्यमाणायां च विषयारुचौ स्वात्मसंवित्तिः प्रकृष्यते।
શ્લોક-૩૭ અન્વયાર્થ- [ યથા યથા] જેમ જેમ [ઉત્તમ તવં] ઉત્તમ તત્ત્વ [સંવિત્તી] અનુભવમાં [સમાયોતિ] આવે છે, [તથા તથા] તેમ તેમ [ સુત્તમા: પિ વિષયા:] સુલભ વિષયો પણ [ન રોજો] રુચતા નથી ( ગમતા નથી).
ટીકાઃ- જે જે પ્રકારે યોગીની સંવિત્તિમાં (સ્વાનુભવરૂપ સંવેદનમાં ) શુદ્ધાત્માનું સ્વરૂપ આવે છે (ઝલકે છે ) સન્મુખ થાય છે તેમ અનાયાસે (સહજમાં) પ્રાપ્ત થતા રમ્ય (રમણીક ) ઇન્દ્રિયવિષયો પણ ભોગ્યબુદ્ધિને ઉત્પન્ન કરી શકતા નથી, (ભોગવવા-યોગ્ય છે એવી બુદ્ધિઇચ્છા ઉત્પન્ન કરી શકતા નથી), કારણ કે મહાસુખની પ્રાપ્તિ થતાં અલ્પસુખનાં કારણો પ્રતિ લોકમાં દુનિયામાં) પણ અનાદર દેખાય છે. કહ્યું છે કે
જેમનું મન શાન્તિ-સુખથી સંપન્ન છે તેવા (મહાપુરુષોને) ભોજન પણ દ્વેષ ઉત્પન્ન કરે છે (અર્થાત્ તેમને ભોજન પણ ગમતું નથી- તે પ્રતિ ઉદાસીન હોય છે), તો વિષયભોગોની વાત જ શું કરવી? (અર્થાત્ તેમને વિષય-ભોગો રુચિકર લાગતા નથી). માછલીઓના અંગને જમીન જ બાળે છે, તો અગ્નિના અંગારાની તો વાત જ શું! (તે તો તેને બાળી જ નાખે).
તેથી વિષયોની અરુચિ જ યોગીની સ્વાત્મ-સંવિત્તિ (સ્વાત્માનુભવ ) નું જ્ઞાન કરાવે
તેના અભાવમાં (અર્થાત્ સ્વાત્મ-સંવિત્તિના અભાવમાં) તેનો (એટલે વિષયો પ્રતિ અરુચિનો) અભાવ હોય છે, અને વિષયો પ્રતિ અરુચિ વધતાં સ્વાત્મસંવિત્તિ પણ પ્રકર્ષતા પામે છે (વૃદ્ધિ પામે છે ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com