________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાન જૈનશાસ્ત્રમાળા )
इति वदन्तं प्रत्याह
ઇષ્ટોપદેશ
नाज्ञो विज्ञत्वमायाति विज्ञो नाज्ञत्वमृच्छति।
निमित्तमात्रामन्यस्तु गतेर्धर्मास्तिकायवत्॥३५।।
( ૭૯
टीका- भद्र! अज्ञस्तत्त्वज्ञानोत्पत्ययोग्योऽभव्यादिर्विज्ञत्वं तत्त्वज्ञत्वं धर्माचार्याद्युपदेशसहस्त्रेणापि न गच्छति ।
तथा चोक्तम्
અહીં શિષ્ય આક્ષેપ કરી કહે છે- “એ રીતે અન્યની ઉપાસના પ્રાપ્ત થતી નથી, અર્થાત્ હે ભગવન્! ઉક્ત નીતિ અનુસાર પરના ગુરુપણાનો* અભાવ થતાં, મુમુક્ષુને ધર્માચાર્યાદિની સેવા પ્રાપ્ત થતી નથી. મુમુક્ષુને ધર્માચાર્યાદિ સેવવા યોગ્ય રહેતા નથી એવો ભાવ છે, પરંતુ એમ નથી, કારણ કે એમ કહેવામાં અપસિદ્ધાંતનો પ્રસંગ આવે છે.
આવું બોલનાર શિષ્ય પ્રતિ આચાર્ય જવાબ આપે છે:
શ્લોક-૩૫
અન્વયાર્થ:- [અજ્ઞ: ] જે પુરુષ અજ્ઞાની છે (અર્થાત્ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે અયોગ્ય છે-તે ) [વિજ્ઞત્ત્વ ન આયાતિ] વિજ્ઞ થઈ શકતો નથી અને [વિજ્ઞ:] જે વિશેષ જ્ઞાની છે તે [અન્નત્યં ન ૠઘ્ધતિ] અજ્ઞાની થઈ શકતો નથી; જેમ ( જીવપુદ્ગલની ) [તે: ] ગતિમાં [ ધર્માશ્તિાયવત્ નિમિત્તમાત્રમ્] ધર્માસ્તિકાય નિમિત્તમાત્ર છે, તેમ [અન્ય: તુ ] અન્ય ( પદાર્થ ) પણ નિમિત્તમાત્ર (ધર્માસ્તિકાયવત્ ) છે.
ટીકાઃ- ભદ્ર! અજ્ઞ એટલે તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિને માટે અયોગ્ય અભવ્યાદિક જીવ, ધર્માચાર્યાદિના હજા૨ો ઉપદેશોથી પણ વિજ્ઞત્વને-તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરી શકતો નથી. તથા કહ્યું છે કેઃ
* ઈડર સરસ્વતી ભંડારની હસ્તલિખિત પ્રતમાં ‘પરસ્પરગુરુત્વે નિશ્ચિતે' ને બદલે ‘પરણ્યગુરુત્વે નિરસ્તે' શબ્દો છે અને તે યોગ્ય લાગે છે. તેથી તે પ્રમાણે અહીં અર્થ કર્યો છે.
મૂર્ખ ન શાની થઈ શકે, જ્ઞાની મૂર્ખ ન થાય, નિમિત્તમાત્ર સૌ અન્ય તો, ધર્મદ્રવ્યવત્ થાય. ૩૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com