________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮) ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદलाषिण्यात्मनि सत् प्रशस्त मोक्षसुखमभीक्ष्णमभिलषति। मोक्षसुखं मे सम्पद्यतामित्याकांक्षतीत्येवंभावात्। तथाभीष्टस्यात्मना जिज्ञास्यमानस्य मोक्षसुखोपायस्यात्मविषये ज्ञापकत्वादेष मोक्षसुखोपायो मया सेव्य इति बोधकत्वात्। तथा हि ते मोक्षसुखोपाये स्वयं स्वस्य प्रयोक्तृत्वात्। अस्मिन् सुदुर्लभे मोक्षसुखोपाये दुरात्मन्नात्मन्स्वयमद्यापि न प्रवृत्तः इति। तत्रावर्त्तमानस्यात्मनः प्रवर्तकत्वात्।
___ अथ शिष्यः साक्षेपमाह। एवं नान्योपास्तिः प्राप्नोतीति भगवन्नुक्तनीत्या परस्यगुरुत्वे निरस्ते सति धर्माचार्यादिसेवनं न प्राप्नोति मुमुक्षुः। मुमुक्षुणा धर्माचार्यादिः सेव्यो न भवतीति भावः। न चैवमेतदिति वाच्यमपसिद्धांतप्रसंगात्।
સ્વયં (આત્મા) આત્માવડે મોક્ષસુખના અભિલાષી આત્મામાં સત્ એટલે પ્રશસ્ત મોક્ષસુખની નિરંતર અભિલાષા કરે છે; અર્થાત્ “મોક્ષસુખ મને પ્રાપ્ત થાઓ” એવા ભાવથી આકાંક્ષા કરે છે તથા અભીષ્ટ (ઇચ્છેલા) અર્થાત્ આત્માદ્વારા જિજ્ઞાસિત મોક્ષસુખના ઉપાયના જિજ્ઞાસુ આત્માને આત્મવિષય સંબંધી બતાવનાર હોવાથી અર્થાત્
આ મોક્ષસુખનો ઉપાય મારે ( આત્માએ) સેવવા યોગ્ય છે એવો બોધ કરતો હોવાથી તથા સ્વયં મોક્ષસુખના ઉપાયમાં સ્વને (આત્માને) પ્રયુક્ત કરતો (યોજતો) હોવાથી,
આ સુદુર્લભ મોક્ષસુખના ઉપાયમાં, હે દુરાત્મન્ આત્મા! તું સ્વયે આજસુધી પ્રવૃત્ત થયો નહિ” એ રીતે ત્યાં (ઉપાયમાં) અપ્રવૃત્ત આત્માને પ્રવર્તાવનાર હોવાથી (આત્મા જ આત્માનો ગુરુ છે ).
ભાવાર્થ- મોક્ષસુખનો અભિલાષી આત્મા સ્વયં આત્માનો ગુરુ છે, કારણ કે તે સ્વયં જ પોતાનું કલ્યાણ ઇચ્છે છે, તે સ્વયં પોતાને મોક્ષના ઉપાયનો બોધ કરે છે અને સ્વયં પોતાને મોક્ષ-સુખના ઉપાયમાં યોજે છે ( લગાવે છે).
શ્રી સમાધિતંત્ર શ્લોક* ૭૫માં કહ્યું છે કે
આત્મા જ આત્માને જન્મ-મરણરૂપ સંસારમાં ભ્રમણ કરાવે છે અને આત્મા જ આત્માને નિર્વાણ પ્રતિ લઈ જાય છે, માટે નિશ્ચયથી આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો કોઈ ગુરુ નથી.'
नयत्यात्मानमात्मैव जन्म निर्वाणमेव वा। गुरुरात्मात्मनस्तस्मान्नान्योऽस्ति परमार्थतः ।।७५ ।।
[સમથિતત્રે-શ્રીપૂજ્યપાવાવાર્ય: ] Please inform us of any errors on rajesh@ AtmaDharma.com