________________
(૫૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા)
ઇબ્દોપદેશ तथाचोक्तम् परमागमे
‘सीलेसिं संपत्तो णिरुद्धणिस्सेस आसवो जीवो।
कम्मरयविप्पमुक्को गयजोगो केवली होदि।।'
જેમનાં સમસ્ત કર્મો શીધ્ર નાશ થવાના છે એવા (ચૌદમાં ગુણસ્થાનવર્સી) જીવને પણ ઉત્કૃષ્ટ શુક્લલશ્યાના સંસ્કારના આવેશવશ તેટલા સમય સુધી (પાંચ હ્રસ્વ સ્વર બોલવામાં જેટલો સમય લાગે ત્યાંસુધી) કર્મ પરતત્રતાનો વ્યવહાર હોય છે; તથા પરમાગમમાંગોમ્મદસાર જીવકાંડમાં કહ્યું છે કે
જેઓ શીલોના (અઢાર હજાર શીલોના) ભેદોના ઇશત્વને (સ્વામિત્વને) પ્રાપ્ત થયા છે, જેમને સમસ્ત આસ્રવ રોકાઈ ગયો છે તથા જે કર્મરૂપી રજથી રહિત થઈ ગયા છે તે ગતયોગ (અયોગ) કેવલી છે.'
ભાવાર્થ- અધ્યાત્મયોગથી આત્મામાં આત્માનું જ જોડાણ કરવાથી કર્મોની નિર્જરા થાય છે.
તે ધ્યાન કરનાર જીવોના બે પ્રકાર છે:
(૧) સિદ્ધયોગી અર્થાત જે તે ભવે જ મુક્તિ પામે છે તે અને (૨) અચરમશરીરી ધ્યાનાભ્યાસી યોગી અર્થાત્ સાધ્યયોગી-જેઓ તે ભવે મુક્તિ પામતા નથી તે
(૧) સિદ્ધયોગી ક્ષપકશ્રેણી માંડી તે જ ભવે મોક્ષ પામે છે.
આઠમાં ગુણસ્થાનેથી તે શ્રેણી શરૂ થાય છે. દેશમાં ગુણસ્થાન સુધી તેમને શુદ્ધોપયોગ સાથે અબુદ્ધિપૂર્વક શુભ ભાવ હોય છે; તેમને શુદ્ધોપયોગના કારણે ઘાતિકર્મની નિર્જરા થાય છે અને અબુદ્ધિપૂર્વકના શુભ ભાવને લીધે તેમને ઘાતિકર્મનો તથા અથાતિની શુભકર્મપ્રકૃતિનો ગુણસ્થાન અનુસાર બંધ થાય છે.
વીતરાગતા પ્રાપ્ત થયા પછી યોગથી માત્ર સાતવેદનીય કર્મનો આસ્રવ થાય છે. ૧૪માં ગુણસ્થાનમાં તેમને કર્મોનો સંવર પરિપૂર્ણ થાય છે તથા સર્વ કર્મોની નિર્જરા ૧૪મા ગુણસ્થાનને અંતે થાય છે. આ પ્રમાણે સિદ્ધયોગીની દશા હોય છે.
૧. “મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રરૂપ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થાવિશેષને ગુણસ્થાને કહે છે. તેનો ચૌદ ભેદ છેઃ
૧. મિથ્યાત્વ, ૨. સાસાદન, ૩. મિશ્ર, ૪. અવિરતસમ્યગ્દષ્ટિ, ૫. દેશ વિરત, ૬, પ્રમત્તવિરત, ૭. અપ્રમત્ત વિરત. ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃત્તિકરણ, ૧૦. સૂક્ષ્મસામ્પરાય, ૧૧. ઉપશાન્તમોહ, ૧૨. ક્ષીણમો, ૧૩. સયોગી કેવલી અને ૧૪. અયોગી કેવલી. (શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા-૫૯૧, ૫૯૨.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com