________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬) ઈબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદ___ एतच्च व्यवहारनया दुच्यते। कुत इत्याशंकायां पुनराचार्य एवाह-सा खलु कर्मणो भवति तस्य सम्बन्धस्तदा कथमिति। वत्स! आकर्णय खलु यस्मात्सा एकदेशेन विश्लेषलक्षणा निर्जरा कर्मण: चित्समान्यानुविधायिपुद्गल परिणामरूपस्य द्रव्यकर्मण: सम्बन्धिनी संभवति द्रव्ययोरेव संयोगपूर्वविभागसंभवात्। तस्य च द्रव्यकर्मणस्तदा योगिन: स्वरूपमात्रावस्थानकाले सम्बन्धः प्रत्यासत्तिरात्मना सह कथं ? केन संयोगादिप्रकारेण सम्भवति? सूक्ष्मेक्षिकया समीक्ष्यस्व, न कथमपि सम्भवतीत्यर्थः। यदा खल्वात्मैव ध्यानं ध्येयं च स्यात्तदा सर्वात्मनाप्यात्मनः परद्रव्याद्व्यावृत्य स्वरूपमात्रावस्थितत्वात्कथं द्रव्यांतरेण सम्बन्धः स्यात्तस्य द्विष्ठत्वात्। न चैतत्संसारिणो न संभवतीति वाच्यं । संसारतीरप्राप्तस्यायोगिनो मुक्तात्मवत्पञ्च हस्वाक्षरोच्चारणकालं यावत्तथावस्थानसम्भवात्कर्मक्षपणाभिमुखस्य लक्षणोत्कृष्टशुक्ल-लेश्यासंस्कारावेशवशात्तावन्मात्रकर्मपारतन्त्रव्यवहरणात्।
આ વ્યવહારનયથી કહેવામાં આવ્યું છે. “શાથી' ? એવી આશંકા થતાં, ફરીથી આચાર્ય જ કહે છે- તે (નિર્જરા ) ખરેખર કર્મની થાય છે.
તેનો (કર્મનો) સંબંધ ત્યારે કેવી રીતે છે?
વત્સ! સાંભળ. ખરેખર તે (નિર્જરા ) એકદેશ (કર્મનું) વિશ્લેષલક્ષણવાળી (છૂટવારૂપ) કર્મની નિર્જરા, ચિત્સામાન્યને અનુવિધાયી (અનુસરતા) પુદ્ગલ પરિણામરૂપ દ્રવ્યકર્મ સંબંધી હોય છે, કારણ કે બે દ્રવ્યોના સંયોગપૂર્વક (તેમનો ) વિભાગ (છૂટા પડવું) સંભવે છે.
જ્યારે યોગી પુરુષ સ્વરૂપમાત્રમાં અવસ્થાન કરી રહ્યો છે તે સમયે દ્રવ્યકર્મનો આત્મા સાથે સંબંધ (પ્રયાસત્તિ) કેવી રીતે કયા સંયોગાદિ પ્રકારે સંભવે છે તે જરા સૂક્ષ્મદષ્ટિથી વિચાર કર, અર્થાત્ કોઈ રીતે (સંબંધો સંભવતો નથી, એવો અર્થ છે.
જ્યારે ખરેખર આત્મા જ ધ્યાન અને ધ્યેય થઈ જાય છે ત્યારે સર્વરીતે આત્મા પર દ્રવ્યોથી વ્યાવૃત્ત થઈ, સ્વરૂપમાત્રમાં અવસ્થિત થવાથી બીજા દ્રવ્ય સાથે તેનો સંબંધ કેવી રીતે હોય? કારણ કે સંબંધ તો બે (દ્રવ્યો) વચ્ચે હોય (એકમાં ન હોય) આવી (અવસ્થા) સંસારી જીવને સંભવતી નથી એમ નહિ (અર્થાત્ સંભવે છે) એવો વાચ્ય છે કારણ કે સંસારના કાંઠાને પ્રાપ્ત થયેલા અયોગીને, મુક્તાત્માની માફક પાંચ હૃસ્વ સ્વર [૪, ૬, ૩, ત્રદ, ૪] બોલવામાં જેટલો કાળ લાગે તેટલા કાળ સુધી તેવી (નિર્બન્ધ) અવસ્થા રહેવી સંભવિત છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com