________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદगुरुराह तन्नेति। यत्त्वया धनादिना आत्मोपकारभवनं संभाव्यते तन्नास्ति। यतः
यज्जीवस्योपकाराय तदेहस्यापकारकम्।
यद्देहस्योपकाराय तज्जीवस्यापकारकं ।।१९।। टीका- यदनशनादितपोऽनुष्ठायानं जीवस्य पूर्वापूर्वपापक्षपणनिवारणाभ्यामुपकाराय स्यात्तद्देहस्यापकारकं ग्लान्यादिनिमित्तत्वात्। यत्पुनर्धनादिकं देहस्य भोजनाधुपयोगेन क्षुधाधुपतापक्षयत्वादुपकाराय स्यात्तज्जीवस्योपार्जनादौ पापजनकत्वेन दुर्गति दुःखनिमित्तत्वादपकारकं स्यादतो जानीहि जीवस्य धनादिना नोपकारगंधोप्यस्ति धर्मस्यैव तदुपकारत्वात्।
ફરીથી શિષ્ય કહે છે- ત્યારે ધનાદિથી પણ આત્માનો ઉપકાર થશે, અર્થાત્ ભગવન્! શરીર સતત બાધાનું કારણ હોવાથી તેના ઉપર ધનાદિથી ઉપકાર ન થાય, તો આત્માનો ઉપકાર કેવળ ઉપવાસ આદિ તપશ્ચર્યાથી જ નહિ, કિન્તુ ધનાદિથી પણ થશે, આત્માનો એટલે જીવનો ઉપકાર એટલે અનુગ્રહ થશે એવો અર્થ છે.
ગુરુ કહે છે- તેમ નથી અર્થાત્ ધનાદિથી તું આત્માનો ઉપકાર થવો માને છે, પણ તેમ નથી, કારણ કે
શ્લોક-૧૯ અન્વયાર્થઃ- [વત] જે [ નીવસ્ય ૩પIRI] જીવને (આત્માને) ઉપકારક છે. [ત૬] તે [ વેદસ્ય પIR] દેહને અપકારક [ ભવતિ] છે [તથા] અને [] જે [‘દર્શ ઉપવIST] દેહને ઉપકારક છે [૬] તે [ નીવર્સ્ટ સપIR] જીવને અપકારક [મવતિ] છે.
ટીકા- જે અનશનાદિ તપનું અનુષ્ઠાન, જીવનાં જૂના અને નવાં પાપોને નાશ કરવામાં તથા દૂર કરવામાં કારણભૂત હોવાથી જીવને ઉપકારક છે, તે (તપાદિ આચરણ) દેહને ગ્લાનિ આદિનું કારણ હોવાથી અપકારક છે; અને વળી જે ધનાદિક, ભોજનાદિકના ઉપયોગ દ્વારા સુધાદિ પીડાને નાશ કરવાનું કારણ હોવાથી શરીરને ઉપકારક છે, તે (ધનના) ઉપાર્જનાદિકમાં પાપ ઉત્પન્ન થતું હોવાથી અને તે પાપ દુર્ગતિના દુઃખનું કારણ હોવાથી, જીવને અપકારક છે. માટે ધનાદિકદ્વારા જીવને ઉપકારની ગંધ પણ નથી, કિન્તુ ધર્મનો જ તેના ઉપર ઉપકાર છે, એમ જાણ.
જે આત્માને હિત કરે, તે તનને અપકાર,
કરે હિત જે દેહને, તે જીવને અપકાર. ૧૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com