________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇટ્રોપદેશ
(૪૧ वर्तते। कोऽसौ, सःकायःशरीरं। किंविष्टिं ? संततापायः नित्यक्षुधाधुपतापः। स क, इत्याह- यत्संगे येन कायेन सह संबंधं प्राप्य लब्ध्वा शुचीन्यपि पवित्ररम्याण्यपि भोजनवस्त्रादिवस्तुन्यशुचीनि भवंति यतश्चैवं ततस्तदथं ' तं संततापायं कायं शुचिवस्तुभिरूपकर्तुं प्रार्थना आकांक्षा तेषामेव वृथा व्यर्था केनचिदुपायेन निवारितेऽपि एकस्मिन्नपाये क्षणे क्षणेऽपरापरापायोपनिपातसंभवात्।
___ पुनरप्याह शिष्यः। 'तर्हि धनादिनाप्यात्मोपकारोभविष्यतीति।' भगवन् ! संततापायतया कायस्य धनादिना यधुपकारो न स्यात्तर्हि धनादिनापि न केवलमनशनादितपश्चरणेनेत्यपि शब्दार्थः। आत्मनो जीवस्योपकारोऽनुग्रहो भविष्यतीत्यर्थः।
શ્લોક-૧૮ અન્વયાર્થઃ- [વસં] જેનો સંગ [પ્રાણ] પામી [ મુવીનિ ]િ પવિત્ર પદાર્થો પણ [અશુનિ ] અપવિત્ર [ભવન્તિ] થઈ જાય છે, [સ: વાય:] તે શરીર [ સંતતાપાય:] હંમેશા બાધાઓ (ઉપદ્રવ) સહિત છે; તેથી [તવર્ણ ] તેના માટે [પ્રાર્થના] (ભોગપભોગની) પ્રાર્થના (આકાંક્ષા) કરવી [વૃથા] વ્યર્થ છે.
ટીકા- વર્તે છે. કોણ છે? તે કાય-શરીર. કેવું (શરીર)? સતત ( હંમેશા) બાધાવાળું અર્થાત નિત્ય સુધાદિ બાધાવાળું છે. (શિષ્ય) પૂછે છે- “તે કોણ છે?” જેના સંગે અર્થાત જે શરીરની સાથે સંબંધ કરીને (પામીને) પવિત્ર તથા રમણીય ભોજન, વસ્ત્રાદિ વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે. એમ છે તેથી તેને માટે અર્થાત્ તે સતત બાધાવાળી કાયા ઉપર પવિત્ર વસ્તુઓથી ઉપકાર કરવા માટે પ્રાર્થના એટલે આકાંક્ષા (કરવી) વૃથા એટલે વ્યર્થ છે, કારણ કે કોઈ ઉપાયથી એકાદ બાધા દૂર કરવામાં આવે છતાં પ્રતિક્ષણ (ક્ષણ ક્ષણ) બીજી બીજી બાધાઓ આવી પડે તેવી સંભાવના છે.
ભાવાર્થ- શરીર પ્રત્યેનો રાગ હંમેશા સંતાપજનક છે, કારણ કે તેના અંગે સુધાતૃષાદિ અનેક વેદનાઓ ઉત્પન્ન થાય છે, તે રોગનું ઘર છે અને પવિત્ર તથા સુંદર ભોજનવસ્ત્રાદિ વસ્તુઓ પણ તેના સંપર્કથી મલિન, દુર્ગધિત અને અપવિત્ર થઈ જાય છે. આવા ધૃણિત શરીરને સારું રાખવાની દષ્ટિએ ભોગોપભોગની સામગ્રીની ઇચ્છા કરવી તે નિરર્થક છે.
વાસ્તવમાં શરીરાદિ સંતાપનું કારણ નથી, પરંતુ તેના પ્રત્યેનો મમત્વભાવ એકતાબુદ્ધિ તે જ સંતાપનું ખરું કારણ છે. જેને શરીર પ્રત્યે મમત્વભાવ નથી તેને શરીરને સારું રાખવાની બુદ્ધિએ ભોગોપભોગની સામગ્રીની ચિંતા કે ઇચ્છા રહેતી નથી. ૧૮.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com