________________
૯૨ )
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇષ્ટોપદેશ
તથા
(ભગવાન શ્રી કુંદકુંદ
किमिदं कीदृशं कस्य कस्मात्क्वेत्यविशेषयन्।
स्वदेहमपि नावैति योगी योगपरायणः।।४२।।
कस्मात्कस्य समरसीभावमापन्नो
टीका - इदमध्यात्ममनुभूयमानं तत्त्वं किं किंरूपं कीदृशं केन सदृशं कस्य स्वामिकं सकाशात्क्व कस्मिन्नस्तीत्यविशेषयन् अविकल्पयन्सन् योगपरायणः योगी स्वदेहमपि न चेतयति का कथा
हिताहितदेहातिरिक्तवस्तुचेतनायाः।
જ્ઞાનીને કાર્યવશાત્ કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરવી પડે તો કાર્યસમયે પણ તે પોતાના જ્ઞાનસ્વરૂપી આત્માને ચૂકતો નહિ હોવાથી તેને તે કાર્ય પ્રતિ બુદ્ધિપૂર્વક ઝુકાવ (અભિમુખપણું ) –હોતું નથી, તેથી તે બાહ્યમાં કાર્ય કરતો જણાતો હોવા છતાં, વાસ્તવમાં તે કાર્ય કરતો નથી. જ્ઞાનીની બધી ક્રિયાઓ રાગના સ્વામિત્વ રહિત હોય છે, તેથી તેની બધી બાહ્ય ક્રિયાઓ નહિ કર્યા સમાન છે. ૪૧.
તથા
શ્લોક-૪૨
અન્વયાર્થ:- [યો પરાયળ: ] યોગપરાયણ ધ્યાનમાં લીન ) [યોની] યોગી, [હિંવં] આ શું છે? [ીદશ] કેવું છે? [T] કોનું છે? [સ્માત્] શાથી છે? [] ક્યાં છે? [ત્તિ અવિશેષધન્] ઇત્યાદિ ભેદરૂપ વિકલ્પો નહિ કરતો થકો [સ્વવેદન્ પિ] પોતાના શરીરને પણ [ન અનૈતિ] જાણતો નથી (−તેને પોતાના શરીરનો પણ ખ્યાલ રહેતો નથી ).
ટીકાઃ- આ અનુભવમાં આવતું આધ્યાત્મિક તત્ત્વ (અન્તસ્તત્વ) શું છે? કેવા સ્વરૂપવાળું છે? કેવું છે? કોના જેવું છે? તેનો સ્વામી કોણ છે? કોનાથી છે? ક્યાં છે? ઇત્યાદિ ભેદ નહિ પાડતો અર્થાત્ વિકલ્પો નહિ કરતો યોગપરાયણ-અર્થાત્ સમરસીભાવને પ્રાપ્ત થયેલો-યોગી પોતાના શરીરનો પણ ખ્યાલ કરતો નથી, તો શરીરથી ભિન્ન હિતકારી યા અહિતકારી વસ્તુઓની ચિંતા કરવાની તો વાત જ શું?
કોનું, કેવું, કયાં, કહીં, -આદિ વિકલ્પ વિહીન,
જાણે નહિ નિજ દેહને, યોગી આતમ-લીન. ૪૨.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com