________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇબ્દોપદેશ
(૯૧ ___टीका- स्थिरीकृतात्मतत्त्वो दृढप्रतीतिगोचरीकृतस्वस्वरूपो योगी संस्कारवशात्परोपरोधेन ब्रुवन्नपि धर्मादिकं भाषमाणोऽपि (न केवलं योगेन तिष्ठति ह्यपि शब्दार्थ:). न ब्रूते हि न भाषत एव। तत्राभिमुख्याभावात्। ૩૪ [ સમાધિતંત્રે] -
“आत्मज्ञानात्परं कार्यं न बुद्धौ धारयेच्चिरम्।
કુર્યાવર્થવશઝિશિક્ષિાયાગ્રામતત્પર:” માફ ના तथा भोजनार्थं व्रजन्नपि न व्रजत्यपि। तथा सिद्धप्रतिमादिकमवलोकयन्नपि नावलोकयत्येवतुरेवार्थः।
શ્લોક-૪૧
અન્વયાર્થ:- [રિસ્થરતાત્મતત્ત્વ:] જેણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે તે [તુ ધ્રુવન પિ ન g] બોલતો હોવા છતાં બોલતો નથી, [Tચ્છન ન ઋતિ ] ચાલતો હોવા છતાં ચાલતો નથી અને [પયન કપિ ન પશ્યતિ] દેખતો હોવા છતાં દેખતો નથી.
ટીકાઃ- જેણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે–અર્થાત જેણે આત્મસ્વરૂપને દઢ પ્રતીતિનો વિષય બનાવ્યો છે તેવો યોગી સંસ્કારવશ યા બીજાના ઉપરોધથી (અનુરોધથી) બોલતો હોવા છતાં અર્થાત્ ધર્માદિકનું વ્યાખ્યાન કરતો હોવા છતાં ન તે યોગ સહિત છે (યોગમાં સ્થિત છે) –એવો શબ્દનો અર્થ છે. પણ તે બોલતો જ નથીભાષણ કરતો જ નથી, કારણ કે તેને (યોગીને) બોલવા તરફ અભિમુખપણાનો અભાવ છે.
સમાધિતન્ન' –શ્લોક ૫૦ માં કહ્યું છે કે
(અન્તરાત્મા) આત્મજ્ઞાનથી ભિન્ન અન્ય કાર્યને પોતાની બુદ્ધિમાં ચિરકાલ તક (લાંબા સમય સુધી) ધારણ કરે નહિ. જો પ્રયોજનવશાત્ તે વચન-કાયથી કંઈ પણ કરવાનો વિકલ્પ કરે તો તે અતત્પર થઈ કરે.”
તથા (યોગી) ભોજન માટે જતો હોવા છતાં જતો નથી અને સિદ્ધપ્રતિમા-દિકને દેખતો હોવા છતાં દેખતો જ નથી, એ જ એનો અર્થ છે.
ભાવાર્થ- જે યોગીએ આત્મસ્વરૂપને પોતાની દઢ પ્રતીતિનો વિષય બનાવ્યો છે અર્થાત્ આત્મસ્વરૂપના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે તેને સંસ્કારવશ યા બીજાના અનુરોધથી કંઈ બોલવું પડે યા ધાર્મિક ઉપદેશ દેવો પડે છતાં તે કાર્યમાં તેની બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ નહિ હોવાથી તે ઉપદેશ દેતો હોવા છતાં તે ઉપદેશ દેતો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com