________________
co)
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઈબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદ"गुरुपदेशमासाद्य समभ्यस्यन्ननारतं।
धारणासौष्ठवाध्यानप्रत्ययानपि पश्यति"।।८७।। तथा स्वस्वावश्यकरणीयभोजनादिपारतंत्र्यात्किंचिद्ल्पमसमग्रं श्रावकादिकं प्रति अहो इति अहो इदं कुर्वन्नित्यादि भाषित्वा तत्क्षण एव विस्मरति। भगवन् ! किमादिश्य इति श्रावकादौ पृच्छति सति न किमप्युत्तरं ददाति।
તથા
ब्रुवन्नपि हि न ब्रूते गच्छन्नपि न गच्छति। स्थिरीकृतात्मतत्त्वस्तु पश्यन्नपि न पश्यति।।४।।
ગુરુનો ઉપદેશ પ્રાપ્ત કરી નિરંતર અભ્યાસ કરનાર ધારણાના સૌષ્ઠવથી (પોતાની સમ્યફ અને સુદઢ અવધારણ શક્તિના બળથી ), ધ્યાનના પ્રત્યયો (લોક ચમત્કારી અતિશયો ) દેખે છે;'
તથા પોતાને અવશ્ય કરવા યોગ્ય ભોજનાદિની પરતંત્રતાના કારણે કંઈક-થોડુંક શ્રાવકાદિને કહે છે, “અહો! અહો આ! અહો એ કરો,” ઇત્યાદિ કહીને તે ક્ષણે જ તે ભૂલી જાય છે, “ભગવન્! શો હુકમ છે?' એમ શ્રાવકાદિ પૂછે છે છતાં તે કંઈ ઉત્તર આપતા નથી.
ભાવાર્થ- સ્વ-પરના ભેદવિજ્ઞાનના અભ્યાસના બળે જ આત્માને સ્વાત્માનુભવનું વેદના થાય છે, ત્યારે તે લોકોને રંજન કરે તેવા મંત્ર-તંત્રના પ્રયોગની વાતોથી દૂર રહેવા માટે તથા લોકો પોતાના સ્વાર્થની ખાતર લાભાલાભના પ્રશ્નો પૂછી તેને આત્મધ્યાનમાં ખલેલ ન કરે તે માટે તે આદરપૂર્વક નિર્જન સ્થાનમાં રહેવા ઇચ્છે
ભોજનાદિની પરતંત્રતાને લીધે તેને નિર્જન સ્થાન છોડી આહારાર્થે શ્રાવકોની વસ્તિમાં જવું પડે, તો કાર્યવશાત્ અલ્પ વચનાલાપ પણ કરે છે, પરંતુ આહાર લઈ પોતાના સ્થાને આવી જ્યારે તે સ્વરૂપ-ચિન્તનમાં લીન થઈ જાય છે, ત્યારે તે વચનાલાપ સંબંધી સર્વ ભૂલી જાય છે. કોઈ પૂછે તોપણ તે કાંઈ ઉત્તર આપતા નથી.
તથા
દેખે પણ નહીં દેખતા, બોલે છતાં અબોલ, ચાલે છતાં ન ચાલતા, તત્ત્વસ્થિત અડોલ. ૪૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com