________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇષ્ટોપદેશ
(૯૩ तथा चोक्तम् [ तत्त्वानुशासने] -
“तदा च परमैकाग्र्यावहिरर्थेषु सत्स्वपि।
કચન ક્રિશ્ચનામાંતિ સ્વમેવાભનિ પશ્યત:”ા ૭૨ાા अत्राह शिष्यः- कथमेतदिति। भगवान्। विस्मयो मे कथमेतदवस्थान्तरं संभवति।
તથા “તીનુશાસન' – શ્લોક ૧૭૨ માં કહ્યું છે કે
તે વખતે (સમાધિકાલમાં) આત્મામાં આત્માને જ દેખનાર યોગીને બાહ્યમાં પદાર્થો હોવા છતાં પરમ એકાગ્રતાના કારણે (આત્મા સિવાય) અન્ય કાંઈ પણ ભાસતું નથી (માલુમ પડતું નથી).
ભાવાર્થ- જ્યારે યોગી ધ્યાનમાં લીન હોય છે ત્યારે તે સમરસી ભાવનો અનુભવ કરે છે-અર્થાત્ નિજાનંદરસનું પાન કરે છે. આત્મસ્વરૂપના અનુભવ કાળે તે આત્મ-તત્ત્વ સંબંધી, તે શું છે? કેવું છે? ક્યાં છે? ઇત્યાદિ સંકલ્પ-વિકલ્પોથી રહિત હોય છે. આ નિર્વિકલ્પ દશામાં તેને પોતાના શરીર તરફ ઉપયોગ જતો નથી, તો શરીરથી ભિન્ન અન્ય પદાર્થોની તો વાત જ શું કરવી? અર્થાત્ બાહ્ય પદાર્થો હોવા છતાં પરમ એકાગ્રતાને લીધે તેનો તેને કાંઈ પણ અનુભવ થતો નથી.
ભેદવિજ્ઞાનદ્વારા શરીરાદિથી મમત્વ હઠાવી જ્યારે યોગી આત્મ-સ્વરૂપમાં સ્થિર થઈ આનંદમગ્ન હોય છે ત્યારે ક્ષુધા-તૃષાદિથી કે ઉપસર્ગ-પરીષહાદિથી ખેદખિન્ન થતો નથી. સમાધિતંત્ર-શ્લોક ૩૪માં * કહ્યું છે કે
આત્મા અને દેહના ભેદ-વિજ્ઞાનથી ઉત્પન્ન થયેલો આહાદથી (આનંદથી) જે આનંદિત છે, તે (યોગી) તપદ્વારા ભયાનક દુષ્કર્મને ભોગવતો હોવા છતાં ખેદ પામતો નથી.” ૪૨.
અહીં શિષ્ય કહે છે-એ કેવી રીતે? ભગવન્! મને આશ્ચર્ય થાય છે કે એવી અવસ્થાન્તર ( વિભિન્ન-વિલક્ષણ અવસ્થા) કેવી રીતે સંભવે ?
* માત્મવેદાન્તરજ્ઞાનનનિતાદાનિવૃત્ત: | तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न खिद्यते।।
[સમાવિતન્ત્ર-શ્રી પૂષપાવાવાર્ય: ] Please inform us of any errors on rajesh@ AtmaDharma.com