________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ૬૪ તે જ્ઞાતાને ગમ્ય આત્માનું અભ્રાંત રૂપ છે. ૧૨૧TT (શ્રી યોગસાર અમિતગતિ આચાર્ય, ચૂલિકા અધિકાર ગાથા-૪૪)
જેમ દીપકથી ઘોત્ય (પ્રકાશનીય વસ્તુ)ને જાણીને દીપકને ધોત્યથી અલગ કરવામાં આવે છે તેવી રીતે જ્ઞાન વડે શેયને જાણીને જ્ઞાનને અલગ કરવામાં આવે છે. જે જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, સૂક્ષ્મ છે; વ્યપદેશરહિત અથવા વચન અગોચર છે જેનો ત્યાગ અથવા પૃથકકરણ થતું નથી, તેનાથી ભિન્ન જે વૈકારિક-ઇન્દ્રિયો આદિ દ્વારા વિભાવ પરિણત જ્ઞાન છે તેને દૂર કરવામાં આવે છે.// ૧૨૨/ (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, ચૂલિકાધિકાર ગાથા-૭૮, ૭૯)
શબ્દાર્થ જ્ઞાન આત્માને (પોતાને) અને પદાર્થ સમૂહને સ્વભાવથી જ જાણે છે. જેમ દીપક સ્વભાવથી અન્ય પદાર્થ સમૂહને પ્રકાશિત કરે છે તેમ પોતાના પ્રકાશનમાં અન્ય પદાર્થની અપેક્ષા રાખતો નથી. પોતાને પણ પ્રકાશિત કરે છે.
વ્યાખ્યા:- પાછળના પધમાં એ બતાવવામાં આવ્યું છે કે કેવળજ્ઞાન દૂરવર્તી પદાર્થોને પણ જાણે છે, ભલે તે દૂરપણું ક્ષેત્ર સંબંધી હોય કે કાળ સંબંધી ત્યાં એ ભ્રમ ઉત્પન્ન થાય છે કે જ્ઞાન પરને જ સ્વભાવથી જાણે છે કે પોતાને પણ જાણે છે? આ પધમાં દીપકના ઉદાહરણ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જેવી રીતે દીપક પરપદાર્થોનું ઉદ્યોતન કરે છે તેવી જ રીતે પોતાનું પણ ઉદ્યોતન (પ્રકાશન) કરે છે–પોતાના પ્રકાશનમાં કોઈ પ્રકારે પરની અપેક્ષા રાખતો નથી–તેવી જ રીતે જ્ઞાન પણ પોતાને તથા પરપદાર્થ સમૂહુને સ્વભાવથી જ જાણે છે–પોતાને અથવા આત્માને
* આત્મા ખરેખર પરને જાણતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com