________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૬૨ શયના લક્ષ્ય દ્વારા આત્માના પરમસ્વરૂપને જાણીને અને લક્ષ્યરૂપથી વ્યાવૃત્ત થઈને શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરનારને કર્મોનો નાશ થાય છે.
વ્યાખ્યા:- જે લોકો શેયને જાણવામાં પ્રવૃત્ત હોવા છતાં પણ જ્ઞાયકને જાણવામાં પોતાને અસમર્થ બતાવે છે તેમને અહીં શેયના લક્ષ્યથી આત્માના ઉત્કૃષ્ટ સ્વરૂપને જાણવાની વાત કહેવામાં આવી છે અને સાથોસાથ એમ સમજાવવામાં આવ્યું છે કે આ રીતે શુદ્ધસ્વરૂપ સામે આવતાં શેયનું લક્ષ છોડીને પોતાના તે શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરો, એનાથી કર્મોની નિર્જરા થાય છે.
દ્રષ્ટાંત - જેવી રીતે કડછી-ચમચાથી ભોજન ગ્રહણ કરીને તેને છોડી દેવામાં આવે છે તેવી રીતે ગોચર-શય લક્ષ્ય-દ્વારા આત્માને જાણીને તેને છોડી દેવામાં આવે છે.
વ્યાખ્યા:- અહીં કડછી-ચમચાના ઉદાહરણ દ્વારા પૂર્વ પદ્યમાં વર્ણિત વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે. કડછી-ચમચાનો ઉપયોગ જેવી રીતે ભોજનના ગ્રહણમાં કરવામાં આવે છે તેવી જ રીતે આત્માને જાણવામાં શેયના લક્ષ્યનો ઉપયોગ કરવામાં આવે છે. આત્માનું ગ્રહણ (જાણવું) થઈ જતાં શયનું લક્ષ્ય છોડી દેવામાં આવે છે, અને પોતાના ગ્રહીત સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે. ૧૧૮ (શ્રી યોગસાર પ્રાકૃત, અમિતગતિ આચાર્ય, નિર્જરા અધિકાર,
ગાથા. ૪૦-૪૧)
* હું પરને જાણું છું એમાં ભાવેન્દ્રિયમાં એકત્ર થાય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com