________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૧ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી બીજો ક્યો ચયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે? (આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વસ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી શાયક કોઈનો નથી, જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે. / ૧૧૬
(શ્રી સમયસારજી ગાથા-૩૫૬ની ટીકામાંથી) વેધને જાણે અને વેદકને ન જાણે તે આશ્ચર્યકારી છે.
શબ્દાર્થ- દુર્બુદ્ધિ વેધને તો જાણે છે. વેદકને કેમ નથી જાણતો? પ્રકાશ્યને તો દેખે છે પરંતુ પ્રકાશકને દેખતો નથી. એ કેવું આશ્ચર્ય છે?
વ્યાખ્યાઃ- નિઃસંદેહ જોયને જાણવું અને જ્ઞાયકને-જ્ઞાન કે જ્ઞાનીને –ન જાણવું એ એક આશ્ચર્યની વાત છે. જેવી રીતે પ્રકાશથી પ્રકાશિત વસ્તુને તો દેખવી પરંતુ પ્રકાશકને ન દેખવો. આવા જ્ઞાયક-વિષયમાં અજ્ઞાનીઓને અહીં દુર્બુદ્ધિ-વિકારગ્રસિત બુદ્ધિવાળાકહ્યા છે. પાછલા પધમાં દીપક અને તેના પ્રકાશની વાત લઈને વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે, અહીં ઉદ્યોત અને તેના દ્વારા પ્રકાશિત પદાર્થની વાત લઈને તે જ વિષય સ્પષ્ટ કરવામાં આવેલ છે, ધોતક, ઘાત અને ઘોત્યનો જેવો સંબંધ છે તેવો જ સંબંધ જ્ઞાતા, જ્ઞાન અને શેયનો છે. એકને જાણવાથી બીજું જાણવામાં આવે છે. જેને એકને જાણતા બીજાનો બોધ થતો નથી તે જ ખરેખર દુબુદ્ધિ છે./ ૧૧૭ (શ્રી યોગસાર પ્રાભૃત, શ્રી અમિતગતિ આચાર્ય, નિર્જરા અધિકાર
ગાથા. ૩૯)
* પરણેયને શેય માનવું તે શેયની ભુલ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com