________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૫૮
અહીં એમ જાણવું કેઃ- મિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુદ્દગલદ્રવ્યના પરમાણું છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યજ્ઞાન થાય છે।। ૧૧૧।।
(શ્રી સમયસારજી ગાથા-૮૭ ના ભાવાર્થમાંથી )
આ મોહકર્મ છે તે જડ પુદ્દગલદ્રવ્ય છે; તેનો ઉદય કલુષ ( મલિન ) ભાવરૂપ છે; તે ભાવપણ, મોહકર્મનો ભાવ હોવાથી, પુદ્દગલનો જ વિકાર છે. આ ભાવકનો ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય કે ‘ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શનોપયોગમાત્ર છે અને આ કલુપતા રાગદ્વેષમોહરૂપ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલદ્રવ્યની છે,’ ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદજ્ઞાન થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે।। ૧૧૨।।
(શ્રી સમયસાર ગાથા-૩૬ નો ભાવાર્થ)
જીવ અધ્યવસાનથી તિર્યંચ, નાક, દેવ અને મનુષ્ય એ સર્વપર્યાયો, તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ-એ બધારૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ-અધર્મ, જીવ
* ઇન્દ્રિયજ્ઞાનમાં સ્વ-૫૨નો વિવેક નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com