________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૭ ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
રાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે; તેથી તે, શીત-ઉષ્ણપણાની માફક, પુદ્ગલકર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે; કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીત ઉષ્ણપણાની માફક, જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે “હું રાગી છું, હું દ્વષી , હું ક્રોધી છું, હું માની છું' ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિનો કર્તા થાય છે. મા ૧૦૯
(શ્રી સમયસાર ગાથા-૯૨ નો ભાવાર્થ ) જ્ઞાયકભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વભાવે અવસ્થિત હોવા છતાં, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે, અનાદિ કાળથી ય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, પરને આત્મા તરીકે જાણતો એવો તે ( જ્ઞાયકભાવ) વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી (-અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી), તેને કર્તાપણું સંમત કરવું (અર્થાત્ તે કર્તા છે એમ સ્વીકારવું ; તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદવિજ્ઞાનની આદિથી જ્ઞય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી પૂર્ણ (અર્થાત્ ભેદવિજ્ઞાન સહિત ) થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયકભાવ), વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો (-જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે-રૂપે જ પરિણમતો થકો), કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત્ અકર્તા થાય.// ૧૧ાા
(શ્રી સમયસાર ગા. ૩૩ર થી ૩૪૪ની ટીકામાંથી)
* હું પરમાં તન્મય થાઉં તો પરને જાણું. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com