________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૫૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
ભાવનો પણ તેને (આત્માને) અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે.
(૩) સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક સ્પર્શવેદના પરિણામને પામીને સ્પર્શને સ્પર્શતો નથી, માટે અસ્પર્શ છે।। ૯૮।।
(શ્રી સમયસારજી ગાથા-૪૯ ટીકામાંથી, ૩-૪-૫ બોલ)
(૧) પરમાર્થે પુદ્દગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે (આત્મા ) દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી, માટે અશબ્દ છે.
(૨) પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપમિકભાવનો પણ તેને ( આત્માને ) અભાવ હોવાથી તે ( આત્મા ) ભાવેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળાતો નથી માટે અશબ્દ છે.
(૩) સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દવેદના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે.।। ૯૯।।
(શ્રી સમયસારજી ગાથા-૪૯ ટીકામાંથી ૩-૪-૫ બોલ )
છ દ્રવ્યસ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે, માટે અવ્યક્ત છે.।। ૧૦૦।।
(શ્રી સમયસારજી ગાથા-૪૯ ટીકામાંથી ) સામાન્યાર્થ:- મિથ્યાદર્શનાદિ તીન પ્રકાર ઉપયોગધારી આત્મા
* ઇન્દ્રિયજ્ઞાનમાં ભેદજ્ઞાન કરવાની તાકાત નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com