________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
સાધારણરૂપપણાથી એ સૂત્રમાં કહેલી પ્રતિજ્ઞાનુસાર પરોક્ષ છે.
ભાવાર્થ:- જો કોઈ વિસંવાદ ન રહેતો હોય તો વસ્તુનો વિચાર નિરતિશય થાય છે અર્થાત્ તેમાં અતિશયનું વર્ણન કરી શકાતું નથી. સ્વાત્માનુભૂતિના સમયમાં મતિ-શ્રુતજ્ઞાન દ્વારા આત્માનો સાક્ષાત્કાર થવાથી તેના પ્રત્યક્ષ હોવામાં કોઈ વિસંવાદ રહેતો નથી તેથી તેને પ્રત્યક્ષ કહેવા યોગ્ય જ છે; પરંતુ સૂત્રકારે એ બન્ને જ્ઞાનોને જે પરોક્ષ કહ્યાં છે તેમાં અપેક્ષા આટલી જ સમજવી કે–સાધારણરૂપથી એ બન્ને જ્ઞાન પરોક્ષ કહ્યાં છે પણ જ્યારે કોઈ ભવ્યજીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે કોઈ એક અનિર્વચનીયશક્તિનો પ્રાદુર્ભાવ થાય છે કે જે શક્તિના સામર્થ્યથી એ બન્ને જ્ઞાનોને પ્રત્યક્ષ કહ્યા છે. ।। ૮૪।।
(શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-૭૦૭-૭૦૮-૭૦૯ અર્થ અને ભાવાર્થ સહિત )
અન્વયાર્થ:- અહીં આગળ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ જીવને મિથ્યાત્વકર્મના ઉદયના વિનાશથી ઉત્પન્ન થવાવાળી કોઈ અનિર્વચનીય શક્તિ છે કે જે શક્તિ દ્વારા આ સ્વાત્મપ્રત્યક્ષ થાય છે.
ભાવાર્થ:- સત્ય પુરુષાર્થ કરતાં જ્યારે જીવને સમ્યગ્દર્શન પ્રગટે ત્યારે મિથ્યાત્વકર્મના ઉદયનો સ્વયં વિનાશ થાય છે, અને એવી દશા થતાં તે સમ્યગ્દષ્ટિ જીવને કોઈ એક એવી અનિર્વચનીયશક્તિ ઉત્પન્ન થાય છે કે જેના સાનિધ્યથી તે અનિર્વચનીય સ્વાત્માને પ્રત્યક્ષ કરી લે છે. અર્થાત્ સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વના અભાવની સાથે સાથે જ સ્વાનુભૃત્યાવરણકર્મનો ક્ષયોપશમ થાય છે ત્યારે આત્માને પોતાના
* ઇન્દ્રિયજ્ઞાન ૫૨ની પ્રસિદ્ધિ કરે છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com