________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૩૮ જાણે છે પરંતુ તેટલા માત્રથી તે જ્ઞાન કાંઈ શયોમાં પ્રવેશી જતું નથી. માટે જ્ઞય જ્ઞાયક સંબંધને લીધે જ્ઞાનને યગત કહેવું તે નયાભાસ છે. અહીં ગ્રંથકારે શેયને જ્ઞાનગત કહેવા સંબંધમાં જો કે લખ્યું નથી તો પણ એમ સમજવું કે જેમ જ્ઞાનનો પ્રવેશ શેયોમાં નથી, તેમ શેયનો પણ જ્ઞાનમાં પ્રવેશ નથી. | ૮૧
(શ્રી પંચાધ્યાયી પૂર્વાધ ગાથા-પ૮૫–૫૮૬ અર્થ ભાવાર્થ) અન્વયાર્થ- જેમકે આ વેળા “અર્થવિકલ્પાત્મક જ્ઞાન પ્રમાણ છે” એમ જે કહેવામાં આવે છે તે ઉપચરિત સભૂત વ્યવહારનયનું ઉદાહરણ છે. તેમાં અહીં સ્વ-પરસમુદાયને અર્થ કહે છે તથા જ્ઞાનનું સ્વપરવ્યવસાયરૂપ થવું તેને વિકલ્પ કહે છે.
- ભાવાર્થ- “અર્થવિજ્યો જ્ઞાનું પ્રમા' અર્થાત અર્થના વિકલ્પાત્મક જ્ઞાનને પ્રમાણે કહેવું એ ઉપચરિત સભૂત વ્યવહારનયનું ઉદાહરણ છે. અર્થ શબ્દનો અર્થ સ્વ-પર પદાર્થ અને વિકલ્પ શબ્દનો અર્થ તદાકાર વા વ્યવસાયાત્મક છે, તેથી અર્થવિકલ્પ શબ્દનો અર્થ સ્વ-પરવ્યવસાયાત્મક જ્ઞાન થાય છે. એ જ પ્રમાણનું લક્ષણ છે, અને એમ ઉપચરિત સભૂત વ્યવહારનયની અપેક્ષાએ કહેવામાં આવે છે.
અન્વયાર્થ- નિશ્ચયનયથી તત્ત્વનું સ્વરૂપ કેવળ સરૂપ માનતાં છતાં, નિર્વિકલ્પતાના કારણથી જો કે ઉક્ત લક્ષણ ઠીક નથી તો પણ અવલંબન વિના નિર્વિષય જ્ઞાનનું સ્વરૂપ કહી શકાતું નથી. તેથી જ્ઞાન સ્વરૂપ વડે સિદ્ધ હોવાથી અનન્યશરણ હોવા છતાં પણનિરાલંબ હોવા છતાં પણ અહીં આગળ તે જ્ઞાન હેતુવાશથી ઉપચરિત થઈને તેનાથી ભિન્ન શરણની માફક માલૂમ થાય છે, અર્થાત્ સ્વપરવ્યવસાયાત્મક પ્રતીત થાય છે.
* શેય શેયને જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com