________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૩૬ (જે મુનિ દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેયને પોતાનાથી જુદાં કરીને સર્વ અન્યદ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જિતેન્દ્રિય છે) અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વ-પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે (અર્થાત્ જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી) એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવિણતાથી પ્રાપ્ત છે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી; એ દ્રવ્યેન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે (અર્થાત જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને, પ્રતીતિમાં આવતા એક અખંડચૈતન્યશક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી; એ ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્યગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન ( અનુભવ) સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતાં જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્ધાદિ પદાર્થો તેમને, પોતાની ચૈતન્યશક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા; એ, ઈન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. આમ જે (મુનિ) દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેને જીતીને, જ્ઞયજ્ઞાયક-સંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ અને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી “જિતેન્દ્રિય જિન” છે. ( જ્ઞાનસ્વભાવ અન્ય અચેતનદ્રવ્યોમાં નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક જુદો
* પરમાત્મા કહે છે - “મારા લક્ષે દુર્ગતિ થશે” *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com