________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૩૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાની જન શૈયોમાં જ-ઇન્દ્રિયજ્ઞાનના વિષયોમાં જલુબ્ધ થઈ રહ્યા છે; તેઓ ઇન્દ્રિયજ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેયમાત્ર આસ્વાદે છે પરંતુ શૈયોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, શૈયોમાં આસક્ત નથી તેઓ શૈયોથી જુદા એકાકાર જ્ઞાનનો આસ્વાદ લે છે, -જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષારમાત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદષ્ટિમાં આવતું જે સર્વ પદ્રવ્યોથી જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પરિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ઘનયથી આમાં કાંઈ ભેદ નથી. ।। ૬૫।।
(શ્રી સમયસારજી ગાથા-૧પ નો ભાવાર્થ) અંતરંગમાં અભ્યાસ કરે-દેખે તો આત્મા પોતાના અનુભવથી જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો
જ
ભક્ત
( અનુભવગોચર ), નિશ્ચલ, શાશ્વત, નિત્યકર્મકલંક-કર્દમથી રહિતએવો પોતે સ્તુતિ કરવાયોગ્ય દેવ બિરાજમાન છે।। ૬૬।।
(શ્રી સમયસારજી કળશ-૧૨ શ્લોકાર્થમાંથી )
શુદ્ઘનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મથી રહિત ચૈતન્યમાત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે બિરાજી રહ્યો છે. આ પ્રાણી-પર્યાયબુદ્ધિ બહિરાત્મા-તેને બહાર ઢુંઢે છે, તે મોટું અજ્ઞાન છે. ।। ૬૭।।
(શ્રી સમયસારજી કળશ-૧૨ નો ભાવાર્થ ) * હું ધર્માદિને જાણું છું - તે અધ્યવસાન છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com