________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૩૦ ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (સામાન્યના તિરોભાવરૂપ અને શાક આદિના સ્વાદભેદે ભેદરૂપ-વિશેષરૂપ) લવણ તેનો સ્વાદ અજ્ઞાની, શાકના લોલુપ મનુષ્યોને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ તેનો
સ્વાદ આવતો નથી; વળી પરમાર્થથી જોવામાં આવે તો તો, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ( ક્ષારસરૂપ) લવણ છે. એવી રીતે અનેક પ્રકારના યોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (વિશેષભાવરૂપ, ભેદરૂપ, અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાની, શેયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય યાકારના સંયોગરહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી; વળી પરમાર્થથી વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તેજ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને તો, જેમ સેંધવની ગાંગડી, અન્યદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સેંધવનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક ક્ષારરસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. / ૬૪
(શ્રી સમયસારજી ગાથા-૧૫ ની ટીકા) * સમ્યજ્ઞાનનું લક્ષણ - “પરલક્ષ અભાવાત્ ” *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com