________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૮ “જ્ઞાયક” એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે; કારણ કે શેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તો પણ યકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું શેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે “આ હું જાણનારો છું, તે હું જ છું; અન્ય કોઈ નથી”—એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. તે પ૯
(શ્રી સમયસારજી ગાથા-૬ ના ભાવાર્થમાંથી) જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે આ અનુભવગોચર કેવળ એક શુદ્ધ આત્માને (મિતિ ) સન્મુખ થઈ જાણે છે તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વરો શ્રુતકેવળી કહે છે; જે જીવ સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનદેવો શ્રુતકેવળી કહે છે, કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે તેથી (તે જીવ) શ્રુતકેવળી છે. તે ૬૦ાા
(શ્રી સમયસારજી ગાથા-૯-૧૦ ગાથાર્થ) પ્રથમ “જે શ્રતથી કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” તે તો પરમાર્થ છે; અને “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” તે વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ - ઉપર કહેલું સર્વજ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચદ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાભ્ય બનતું જ નથી (કેમકે તેનામાં જ્ઞાન સિદ્ધ જ નથી.) તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે. માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી “જે આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એમ જ આવે છે;
* ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે તેને પોતાનું માને છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com