________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ૨૪ ઇન્દ્રિયજન્યજ્ઞાનને પણ દુઃખરૂપ કહેવામાં આવે છે. ૪૫TI
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૦ નો ભાવાર્થ) તે ઇન્દ્રિયજન્યજ્ઞાન મોહસહિત હોવાથી પ્રમત્ત, પોતાની ઉત્પત્તિ માટે ઘણા કારણોની અપેક્ષા રાખતું હોવાથી નિકૃષ્ટ, કમપૂર્વક પદાર્થોને જાણવાવાળું હોવાથી બુચ્છિન્ન તથા ઈહા વગેરે પૂર્વક જ થતું હોવાથી દુ:ખરૂપ કહેવાય છે. |૪૬TI
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૧) તે ઇન્દ્રિયજન્યજ્ઞાન પરાધીન હોવાથી પરોક્ષ છે, ઈન્દ્રિયોથી પેદા થતું હોવાથી આફ્સ (ઇન્દ્રિયજન્ય) છે, તથા તેમાં સંશય વગેરે દોષો આવવાની સંભાવના હોવાથી તે સદોષ છે. | જગ્યા
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૨) બંધના હેતુરૂપ હોવાથી વિરૂદ્ધ, બંધના કાર્યરૂપ હોવાથી કર્મજન્ય, આત્માનો ધર્મ નહીં હોવાથી અશ્રેયરૂપ તથા કલુષિત હોવાથી સ્વયં અશુચિ છે. || ૪૮
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૩) તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન બંધનો હેતુ હોવાથી વિરૂદ્ધ છે, પૂર્વબદ્ધ કર્મોના સંબંધને રાખીને જ તેમની ઉત્પત્તિ થાય છે. તેથી તે કર્મજન્ય છે, વાસ્તવમાં તે આત્માનો સ્વભાવ નથી તેથી તે અશ્રેયરૂપ છે તથા પોતે જ કલુષિત હોવાથી અશુચિ છે. IT ૪૯ાા
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૩ નો ભાવાર્થ) જેમ મૃગીનો રોગ કોઈ વેળા વધી જાય છે, કોઈ વેળા ઘટી જાય છે
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ભાવ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com