________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી તથા કોઈ વેળા બિલકુલ દેખાતો નથી. તેવી જ રીતે આ ઇન્દ્રિયજન્ય જ્ઞાન પણ કોઈવેળા ઓછું, કોઈ વેળા અધિક તથા કોઈ કોઈ વેળા અત્યંત અલ્પ થઈ જાય છે. તેથી તે મૂર્શિત કહેવાય છે. ૫૦ાા
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૪ નો ભાવાર્થ) ઇન્દ્રિયજન્ય જ્ઞાન કેવું તુચ્છ, અલ્પ, પરાધીન અને અત્રાણ (અશરણ) છે. તે ગાથા-૨૭૮ થી ૩૦૬ સુધીમાં બતાવ્યું. || ૫૧
(શ્રી પંચાધ્યાયી ગાથા-૨૮૫ નો ભાવાર્થ) ઇન્દ્રિયજન્ય જ્ઞાનની દુર્બળતા.
તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન, છ દ્રવ્યોમાંથી માત્ર મૂર્ત દ્રવ્યને જ વિષય કરે છે, અન્યદ્રવ્યોને નહીં; મૂર્તદ્રવ્યોમાં પણ તે સૂક્ષ્મ પુદ્ગલોને વિષય કરતું નથી પણ માત્ર સ્થૂળ પુગલોને જ વિષય કરે છે, એ
સ્થૂળ પુદ્ગલોમાં પણ સર્વ સ્થૂળ પુગલોને વિષય કરતું નથી–પરંતુ કોઈ કોઈ સ્થૂળ પુદ્ગલોને જ વિષય કરે છે; એ સ્થૂળ પુદ્ગલોમાં પણ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય પુદ્ગલોને જ વિષય કરે છે, પણ અગ્રાહ્ય પુગલોને નહીં; એ ગ્રાહ્ય પુદ્ગલોમાં પણ વર્તમાનકાળ સંબંધી પુગલોને જ વિષય કરે છે. પણ અતીત-અનાગતકાળ સંબંધી નહીં; વર્તમાનકાળ સંબંધી પુદ્ગલોમાં પણ જેનો સન્નિધાનપૂર્વક ઇન્દ્રિયોની સાથે સક્નિકર્ષ થાય છે તેને જ વિષય કરે છે, પણ અન્યને નહીં; તેમાં પણ અવગ્રહ-ઈહુ-અવાય, અને ધારણા થયા પછી જ તેને અવગ્રહાદિરૂપથી તે વિષય કરે છે, તથા એ બધાય કારણો હોવા છતાં પણ તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન કદાચિત્ થાય છે, સદેવ થતું નથી, તેથી એ ઇન્દ્રિયજન્ય જ્ઞાન દિગ્માત્ર (એટલે દેખાવમાત્ર) છે. (શ્રી પ્રવચનસારની
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ક્ષયોપશમ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com