________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી રર જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માને અત્યંતપણે જ પ્રાપ્ત કરે છે. જગત પણ જ્ઞાનાનંદાત્મક પરમાત્માને પ્રાપ્ત કરો જ. || ૩૮
(શ્રી પ્રવચનસારજી કળશ-૧૯ પછીની ટીકા) જેમ જ્ઞાન, ઇન્દ્રિયજન્ય તથા અતીન્દ્રિય હોય છે, તે જ પ્રમાણે સુખ પણ ઇન્દ્રિયજન્ય તથા અતીન્દ્રિય હોય છે. તેમાં સમ્યગ્દષ્ટિને પહેલાના બન્ને અર્થાત્ ઇન્દ્રિયજન્ય જ્ઞાન તથા ઇન્દ્રિયજન્ય સુખ ઉપાદેય હોતા નથી. પરંતુ બાકીના બે અર્થાત્ અતીન્દ્રિય જ્ઞાન તથા અતીન્દ્રિય સુખ ઉપાદેય છેTI ૩૯
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૭૭) ઈન્દ્રિયજન્ય જ્ઞાનમાં દોષ. नूनं यत्परतो ज्ञानं प्रत्यर्थं परिणामि यत्।
व्याकुलं मोहसंपृक्तमर्थाद् दुःखमनर्थवत्।। २७८ ।। નિશ્ચયથી જે જ્ઞાન ઇન્દ્રિયના અવલંબનપૂર્વક થાય છે તથા જે જ્ઞાન પ્રત્યેક અર્થ તરફ પરિણમનશીલ રહે છે અર્થાત્ પ્રત્યેક અર્થના અનુસાર પરિણામી થાય છે. તે જ્ઞાન વ્યાકુળ અને મોહમય હોય છે. તેથી વાસ્તવમાં તે જ્ઞાન દુઃખરૂપ અને નિષ્પયોજન જેવું છે. તે ૪૦ાા
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-ર૭૮) ઇન્દ્રિયજન્યજ્ઞાન, પરાલંબી અને પ્રત્યેક શેય અનુસાર પરિણમનશીલ હોવાથી વ્યાકુળ અને મોહના સાથ સહિત હોય છે. તેથી વાસ્તવમાં તે ઇન્દ્રિયજન્યજ્ઞાન દુ:ખરૂપ છે તેથી તે કાર્યકારી નથી IT ૪૧
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૭૮ ભાવાર્થ) * ઇન્દ્રિયજ્ઞાન સ્વ કે પરને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com