________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ૧૮ છે; તે વખતે તે બીજી આંખથી જોઈ શકતો નથી. આમ હોવા છતાં પૂતળી એવી ઝડપથી બે આંખમાં ફરે છે કે બન્ને આંખોમાં જુદી જુદી પૂતળી હોય એમ લોકોને લાગે છે. વાસ્તવિક રીતે પૂતળી એક જ હોય છે. આવી જ દશા ક્ષાયોપથમિક જ્ઞાનની છે. દ્રવ્ય-ઈન્દ્રિયરૂપી દ્વારો તો પાંચ છે. પણ ક્ષાયોપથમિક જ્ઞાન એક વખતે એક ઈન્દ્રિય દ્વારા જ જાણી શકે છે; તે વખતે બીજી ઇન્દ્રિયો દ્વારા કાર્ય થતું નથી. ક્ષાયોપથમિક જ્ઞાન જ્યારે નેત્ર દ્વારા વર્ણને જાણવાનું (જોવાનું) કાર્ય કરતું હોય છે ત્યારે તે શબ્દ, ગંધ, રસ કે સ્પર્શને જાણી શકતું નથી. અર્થાત્ જ્યારે તે જ્ઞાનનો ઉપયોગ નેત્ર દ્વારા વર્ણ જવામાં રોકાયો હોય છે ત્યારે કાન પર શા શબ્દો પડે છે, નાકમાં કેવી ગંધ આવે છે વગેરે ખ્યાલ રહેતો નથી. જોકે જ્ઞાનનો ઉપયોગ એક વિષયમાંથી બીજા વિષયમાં ઝડપથી પલટાતો હોવાથી જાણે કે બધા વિષયો એકી સાથે જણાતા હોય એમ સ્થૂળદષ્ટિએ જોતાં લાગે છે તોપણ સૂક્ષ્મદષ્ટિથી જોતાં ક્ષાયોપથમિકજ્ઞાન એક વખતે એક જ ઇન્દ્રિયદ્વારા પ્રવર્તતું સ્પષ્ટ રીતે ભાસે છે. આ રીતે ઇન્દ્રિયો પોતાના વિષયોમાં પણ ક્રમે પ્રવર્તતી હોવાથી પરોક્ષ એવું ઇન્દ્રિયજ્ઞાન ય છે. || ૨૮
(શ્રી પ્રવચનસારજી ગાથા-પ૬ નો ભાવાર્થ ) ગ્રાહક (-જ્ઞાયક ) એવા જેને લિંગો વડે એટલે ઇન્દ્રિયો વડે ગ્રહણ ( -જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આ ર૯ IT
(શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭ર અલિંગગ્રહણ બોલ-૧) ગ્રાહ્ય (જણાવાયોગ્ય) એવા જેવું, લિંગો વડે એટલે ઈન્દ્રિયો વડે ગ્રહણ (-જાણવું) થતું નથી, તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઇન્દ્રિયની રુચિ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com