________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી
ઈન્દ્રિયજ્ઞાનને ઉપલંભક (જણાવનાર, જાણવામાં નિમિત્તભૂત) પણ મૂર્ત છે અને ઉપલભ્ય (જણાવાયોગ્ય) પણ મૂર્ત છે. એ ઇન્દ્રિયજ્ઞાનવાળો જીવ પોતે અમૂર્ત હોવા છતાં મૂર્ત એવા પંચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો થકો, જ્ઞતિ નીપજવામાં બળધારણનું નિમિત્ત થતું હોવાથી જે ઉપલંભક છે એવા તે મૂર્ત (શરીર) વડે મૂર્તિ એવી સ્પર્ધાદિ પ્રધાન વસ્તુને કે જે યોગ્ય હોય અર્થાત્ જે (ઇન્દ્રિયો દ્વારા) ઉપલભ્ય હોય તેને-અવગ્રહીને, કદાચિત્ તેનાથી ઉપર ઉપરની (અવગ્રહથી આગળ આગળની) શુદ્ધિના સદભાવને લીધે તેને જાણે છે અને કદાચિત્ અવગ્રહથી ઉપર ઉપરની શુદ્ધિના અસદ્ભાવને લીધે નથી જાણતું; કારણ કે તે (ઇન્દ્રિયજ્ઞાન) પરોક્ષ છે. પરોક્ષજ્ઞાન, ચૈતન્યસામાન્ય સાથે (આત્માને ) અનાદિ સિદ્ધ સંબંધ હોવા છતાં જે અતિ દઢતર અજ્ઞાનરૂપ તમો-ગ્રંથિ (અંધકારનો સમૂહ) વડ અવરાઈ જવાથી બિડાઈ ગયો છે. એવો આત્મા પદાર્થને સ્વયં જાણવાને અસમર્થ હોવાથી ઉપાત્ત અને અનુપાત્ત (મેળવેલા, અણમેળવેલા) પરપદાર્થોરૂપ સામગ્રીને શોધવાની વ્યગ્રતાથી અત્યંત ચંચળ-તરલ-અસ્થિર વર્તતું થયું, અનંત શક્તિથી શ્રુત થયું હોવાથી અત્યંત વિફલવ (ખિન્ન, દુઃખી, ગભરાયેલું ) વર્તતું થયું, મહા મોહમલ્લ જીવતો હોવાથી પરપરિણતિનો (–પરને પરિણમાવવાનો) અભિપ્રાય કરતું હોવા છતાં પદે પદે (-ડગલે ડગલે) છેતરાતું થયું, પરમાર્થે અજ્ઞાન ગણાવાને જ યોગ્ય છે. આથી તે હેય છે. ૨૭
(શ્રી પ્રવચનસારજી ગાથા-પ૫ ટીકા) કાગડાને આંખ બે હોય છે પણ પૂતળી (કીકી) એક જ હોય છે. જે આંખથી કાગડાને જોવું હોય તે આંખમાં પૂતળી આવી જાય
* ઇન્દ્રિયજ્ઞાન કેવળજ્ઞાનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com