________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી તેઓ-ઇન્દ્રિયો વડે ગ્રહાવાયોગ્ય ( જણાવાયોગ્ય) છે. (પરંતુ) ઇન્દ્રિયો વડે તેઓ પણ યુગપ ગ્રહાતા (જણાતા) નથી, કારણ કે ક્ષયોપશમની તે પ્રકારની શક્તિ નથી. ઈન્દ્રિયોને જે ક્ષયોપશમ નામની અંતરંગ (અંદરની) જાણનારી શક્તિ તે કાગડાની આંખના ડોળાની જેમ ક્રમે પ્રવર્તતી હોવાને લીધે અનેકતઃ પ્રકાશવાને (-એકી સાથે અનેક વિષયોને જાણવાને) અસમર્થ છે. તેથી દ્રવ્યેન્દ્રિયે-દ્વારો વિદ્યમાન હોવા છતાં સમસ્ત ઇન્દ્રિયોના વિષયોનુ (-વિષયભૂત પદાર્થોનું) જ્ઞાન એકસાથે થતું નથી, કારણ કે ઇન્દ્રિયજ્ઞાન પરોક્ષ છે. ૨૧
(શ્રી પ્રવચનસારજી ગાથા-પ૬ ટીકા) જે કેવળ આત્માપ્રતિ જ નિયત હોય તે (જ્ઞાન) ખરેખર પ્રત્યક્ષ છે. આ (ઈન્દ્રિયજ્ઞાન) તો, જે ભિન્ન અસ્તિત્વવાળી હોવાથી પદ્રવ્યપણાને પામી છે (અર્થાત્ પરદ્રવ્યરૂપ છે) અને આત્મસ્વભાવપણાને જરાપણ સ્પર્શતી નથી (અર્થાત્ આત્માના સ્વભાવરૂપ લેશમાત્ર પણ નથી) એવી ઇન્દ્રિયો વડ ઉપલબ્ધિ કરીને (એવી ઇન્દ્રિયોના નિમિત્તથી પદાર્થોને જાણીને) ઉપજે છે તેથી તે (ઈન્દ્રિયજ્ઞાન ) આત્માને પ્રત્યક્ષ હોઈ શકે નહીં. તે ૨૨/
(શ્રી પ્રવચનસાર ગાથા-પ૭ ની ટીકા) જે સીધું આત્મા દ્વારા જ જાણે છે તે જ્ઞાન પ્રત્યક્ષ છે. ઇન્દ્રિયજ્ઞાન તો પરદ્રવ્યરૂપ ઇન્દ્રિયો દ્વારા જાણે છે તેથી તે પ્રત્યક્ષ નથી. | ૨૩ાાં
(શ્રી પ્રવચનસારજી ગાથા-૫૭ ભાવાર્થ ) પરપદાર્થકા હીનાધિક જ્ઞાન આત્મ અનુભવમેં પ્રયોજનવાન નહીં
* ઇન્દ્રિયજ્ઞાન આત્માને તિરોભુત કરતું પ્રગટ થાય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com