________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૨
હોય છે. માટે જો સૂત્રને ન ગણીએ તો ‘શિત’ જ બાકી રહે છે; ) અને તે જ્ઞપ્તિ કેવળીને અને શ્રુતકેવળીને આત્મ-અનુભવમાં તુલ્ય જ છે. માટે જ્ઞાનમાં શ્રુત-ઉપાધિકૃત ભેદ નથી. ।। ૧૪ ।।
(શ્રી પ્રવચનસારજી ગાથા-૩૪ ટીકામાંથી )
66
શેય પદાર્થોરૂપે પરિણમવું અર્થાત્ “આ લીલું છે, આ પીળું છે” ઇત્યાદિ વિકલ્પરૂપે જ્ઞેયપદાર્થોમાં પરિણમવું તે કર્મનો ભોગવટો છે, જ્ઞાનનો ભોગવટો નથી. નિર્વિકાર સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા કરવું તે જ જ્ઞાનનું સ્વરૂપ છે; શેય પદાર્થોમાં અટકવું-તેમના સન્મુખ વૃત્તિ થવી, તે જ્ઞાનનું સ્વરૂપ નથી.।। ૧૫।। (શ્રી પ્રવચનસારજી ગાથા-૪૨ ભાવાર્થ)
કર્મના ત્રણ ભેદ પાડવામાં આવે છે: પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યું. કેવળી ભગવાનનું પ્રાસ કર્મ, વિકાર્ય કર્મ અને નિર્વર્ત્યકર્મ જ્ઞાન જ છે, કારણ કે તેઓ જ્ઞાનને જ ગ્રહે છે, જ્ઞાનરૂપે જ પરિણમે છે અને જ્ઞાનરૂપે જ ઉપજે છે. આ રીતે જ્ઞાન જ તેમનું કર્મ છે. અને જ્ઞપ્તિ જ તેમની ક્રિયા છે. આમ હોવાથી કેવળી ભગવાનને બંધ થતો નથી, કારણ કે જ્ઞતિ ક્રિયા બંધનું કારણ નથી પરંતુ શેયાર્થપરિણમન ક્રિયા અર્થાત્ જ્ઞેય પદાર્થો સન્મુખ વૃત્તિ થવી (–જ્ઞેય પદાર્થો પ્રતિ પરિણમવું) તે બંધનું કારણ છે.।। ૧૬।।
(શ્રી પ્રવચનસારજી ગાથા-૫૨ ભાવાર્થ )
अत्त्थि अमुत्तं मुत्तं अदिंदियं इंदियं च अत्थेसु । णाणं च तहा सोक्खं जंतेसु परं च तं णेयं ।। ५३ ।। અર્થોનું જ્ઞાન અમૂર્ત, મૂર્ત, અતીન્દ્રિય ને ઐન્દ્રિય છે,
* ઇન્દ્રિયજ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com