________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
જ્ઞાતા અર્થાત્ અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર, –એવા ત્રણ ભેદ ( મર્દાસ્તુમાત્ર:) મારું સ્વરૂપમાત્ર છે (જ્ઞેય: ) એવા શેયરૂપ છું. ભાવાર્થ આમ છે કે-હું પોતાના સ્વરૂપને વેધવેદકરૂપે જાણું છું તેથી મારું નામ જ્ઞાન, હું પોતા વડે જણાવાયોગ્ય છું તેથી મારું નામ શેય, એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા; –એવા નામભેદ છે, વસ્તુભેદ નથી. કેવો છું? “ જ્ઞાનજ્ઞેય
ત્ત્તોલવાન્” (જ્ઞાન) જીવ શાયક છે, (જ્ઞેય) જીવ શેયરૂપ છે, એવો જે (હ્રોત) વચનભેદ તેનાથી (વજ્ઞાન) ભેદને પામું છું. ભાવાર્થ આમ છે કે–વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી.।। ૨। (પાંડે રાજમલજી શ્રી સમયસાર કળશટીકા, કળશ ૨૭૧) વૈષયિકજ્ઞાન બધું પૌદગલિક છે.
ज्ञानं वैषयिकं पुंसः सर्वं पौदगलिकं मतम्। विषयेभ्यः परावृत्तमात्मीयमपरं
પુન:।। ૭ ।।
જીવને જેટલું વૈયિક ( ઇન્દ્રિયજન્ય ) જ્ઞાન છે તે બધુ પૌદ્ગલિક માનવામાં આવ્યું છે અને બીજું જે જ્ઞાન વિષયોથી પરાવૃત છે. –ઇન્દ્રિયોની સહાય વિનાનું છે તે બધું આત્મીય છે.।। ।। (શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, ચૂલિકા અધિકાર, ગાથા-૭૬)
આ આત્માને અનાદિકાળથી ઇન્દ્રિયજ્ઞાન છે, જેથી અમૂર્તિક એવો પોતે તો પોતાને ભાસતો નથી, પણ મૂર્તિક એવું શરીર જ ભાસે છે. અને તેથી આત્મા કોઈ અન્યને આપરૂપ જાણી તેમાં અહંબુદ્ધિ અવશ્ય ધારણ કરે, કારણ કે પોતે પોતાને પરથી જુદો ન ભાસ્યો એટલે
* ૫૨ને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com