________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૬
તેના સમુદાયરૂપ પર્યાયમાં જ તે અહંબુદ્ધિ ધારણ કરે છે.। ૪।। (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, ચોથો અધિકાર પાનુ–૮૪ ) ભિન્ન જ્ઞાનોપલબ્ધિથી દેહ અને આત્માનો ભેદ.
देहात्मनोः सदा भेदो भिन्नज्ञानोपलमभतः । इन्द्रियैज्ञयिते देहो नूनमात्मा स्वसंविदा ।। ४८ ।। ભિન્ન ભિન્ન જ્ઞાનોથી ઉપલબ્ધ હોવાને કારણે શરીર અને આત્માનો સદા પરસ્પર ભેદ છે. શરીર, ઇન્દ્રિયોથી-ઇન્દ્રિયજ્ઞાનથી– જણાય છે અને આત્મા ખરેખર સ્વસંવેદનજ્ઞાનથી જાણવામાં આવે છે.।। ૫।।
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, ચૂલિકા અધિકાર, શ્લોક-૪૮)
એક તો વિષયગ્રહણની ઇચ્છા હોય છે અર્થાત્ તેને દેખવાજાણવા ઇચ્છે છે. જેમ વર્ણ દેખવાની, રાગ સાંભળવાની તથા અવ્યક્તને જાણવા આદિની ઇચ્છા થાય છે. ત્યાં બીજી કાંઈ પીડા નથી, પરંતુ જ્યાં સુધી દેખે-જાણે નહિ ત્યાં સુધી તે મહાવ્યાકુળ થાય છે. એ ઇચ્છાનું નામ વિષય છે.।। ૬।।
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, ત્રીજો અધિકાર, સર્વ દુ:ખોનું સામાન્ય સ્વરૂપ, પાનું-૭૨ ) જ્ઞાન-દર્શનની પ્રવૃત્તિ ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે, તેથી આ જીવ એમ માને છે કે-ત્વચા, જીભ, નાસિકા, નેત્ર, કાન અને મન એ બધાં મારાં અંગ છે, એ વડે હું દેખું-જાણું છું, એવી માન્યતાથી ઇન્દ્રિયોમાં પ્રીતિ હોય છે.
મોહના આવેશથી તે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવાની ઇચ્છા
* હું ૫૨ને જાણું છું-તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com