________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( ઇન્દ્રિયજ્ઞાન ) બંધના હેતુરૂપ હોવાથી વિરુદ્ધ, બંધના કાર્યરૂપ હોવાથી કર્મજન્ય, આત્માનો ધર્મ નહીં હોવાથી અશ્રેયરૂપ તથા કલુષિત હોવાથી સ્વયં અશુચિ છે. (શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૩) જીવને જેટલું વૈષયિક (ઇન્દ્રિયજન્ય) જ્ઞાન છે તે બધું પૌગલિક માનવામાં આવ્યું છે અને બીજું જે જ્ઞાન વિષયોથી પરાવૃત્ત છે - ઇન્દ્રિયોની સહાય વિનાનું છે - તે બધું આત્મીય છે. (શ્રી યોગસાર શ્રી અમિતગતિ આચાર્ય, ચૂલિકા અધિકાર, ગાથા-૭૬ ) ભિન્ન ભિન્ન જ્ઞાનોથી ઉપલબ્ધ હોવાને કારણે શરીર અને આત્માનો સદા પરસ્પર ભેદ છે. શરી૨ ઇન્દ્રિયોથી - ઇન્દ્રિયજ્ઞાનથી-જણાય છે અને આત્મા ખરેખર સ્વસંવેદન જ્ઞાનથી જાણવામાં આવે છે. (શ્રી યોગસાર, શ્રી અમિતગતિ આચાર્ય, ચૂલિકા અધિકાર ગાથા-૪૮) આત્મા ખરેખર પરને જાણતો નથી તો પછી પરને જાણવા ઉપયોગ મૂકવો, એ વાત જ કયાં રહી ? પોતે પોતાને જાણે છે, એમ કહેવું તે પણ ભેદ હોવાથી વ્યવહાર છે, ખરેખર જ્ઞાયક તે જ્ઞાયક જ છે તે નિશ્ચય છે, જૈન દર્શન ઝીણું બહુ ! (પૂ. ગુરુદેવશ્રી, ગુજરાતી આત્મધર્મ, માર્ચ 1981 માંથી ઉતારો) Please inform us of any errors on rajesh@AtmaDharma.com