________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૫ ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી
* પરંતુ હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવવામાં આવે છે. જુઓ, રાગમિશ્રિત શેયાકાર જ્ઞાન જે (પૂર્વ) હતું એની રૂચિ છોડી દઈને (પર્યાયબુદ્ધિ છોડીને) અને જ્ઞાયકની રુચિનું પરિણમન કરીને સામાન્ય જ્ઞાનનો પર્યાયમાં અનુભવ કરવો અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કહે છે. આ પર્યાયની વાત છે. જ્ઞાનની પર્યાયમાં એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનું વેદન થવું અને શુભાશુભ જ્ઞયાકાર જ્ઞાનનું ઢંકાઈ જવું તેને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ શેયાકાર જ્ઞાનનો તિરોભાવ કહે છે. અને એ પ્રમાણે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવતા જ્ઞાન આનંદ સહિત પર્યાયમાં અનુભવમાં આવે છે. અહીં “સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ” એટલે ત્રિકાળી ભાવનો આવિર્ભાવ એમ વાત નથી. સામાન્ય જ્ઞાન એટલે શુભાશુભ જ્ઞયાકાર રહિત એકલા જ્ઞાનનું પર્યાયમાં પ્રગટપણું. એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનો અનુભવ એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ છે. શેયાકાર સિવાયનું એકલું પ્રગટ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન છે. એનો વિષય ત્રિકાળી છે. આ પ૧૬ના
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૧, પાનું-ર૬ર) * તોપણ જેઓ અજ્ઞાની છે, શયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. ચૈતન્યસ્વરૂપ નિજ પરમાત્માની જેમને રુચિ નથી એવા અજ્ઞાની જીવો રાગ કે જે પરજ્ઞય છે (રાગ તે જ્ઞાન નથી) તેમાં આસક્ત છે. વ્રત, તપ, દયા, દાન, પૂજા, ભક્તિ એવા જે વ્યવહાર રત્નત્રયના પરિણામ છે તેમાં જેઓ આસક્ત છે, શુભાશુભ વિકલ્પોને જાણવામાં જેઓ રોકાયેલા છે એવા શેયલુબ્ધ જીવોને આત્માના અતીન્દ્રિય જ્ઞાન
* ઇન્દ્રિયજ્ઞાન આત્મ અનુભવ કરાવવામાં અસમર્થ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com