________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૫૪ એકપણું, નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. જીવે પરલક્ષી જ્ઞાન પણ અનંતવાર કર્યું છે. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન છે એ પણ પરલક્ષી જ્ઞાન છે, એનાથી આત્માનું એકપણું ભિન્ન દેખાતું નથી. રાગ અને પરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના ધ્યેય અને લક્ષે જે ભેદજ્ઞાન થાય એ ભેદજ્ઞાનથી આત્માનું એકપણું દેખવામાં આવે છે. જેમ પ્રકાશમાં જ ચીજ સ્પષ્ટ દેખાય તેમ ભેદજ્ઞાનપ્રકાશમાં જ આત્મવસ્તુ સ્પષ્ટપણે ભિન્ન દેખાય છે. નિર્મળ ભેદજ્ઞાનપ્રકાશ વડે આત્માનું એકપણું સ્પષ્ટ દેખવું એ મુદ્દાની વાત છે, ભાઈ ! બાકી દયા પાળો, ભક્તિ કરો, વ્રત કરો ઇત્યાદિ બધાં થોથા છે. આ પ૧૪ .
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૩, પાનું-૭૫) * રાગના વિકલ્પો અને પરલક્ષી જ્ઞાન એ જ જાણે મારી ચીજ છે એવી માન્યતાને આડ જ્ઞાયક પ્રકાશમાન ચૈતન્યજ્યોતિ ઢંકાઈ ગઈ છે. પોતામાં અનાત્મપણું હોવાથી અર્થાત્ પોતાને આત્માના જ્ઞાનનો અભાવ હોવાથી અંદર પ્રકાશમાન ચૈતન્ય ચમત્કાર વસ્તુ પડી છે તેને કદીય જાણી કે અનુભવી નથી. પોતે આત્માનું એકપણું નહીં જાણતો હોવાથી તથા આત્માને જાણનારા સંતોજ્ઞાનીઓની સંગતિ-સેવા નહીં કરી હોવાથી ભિન્ન આત્માનું એકપણ કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને તેથી અનુભવમાં પણ આવ્યું નથી. આત્મજ્ઞ સંતોએ રાગથી અને પરલક્ષી જ્ઞાનથી ભિન્ન આત્માનું એકપણું કહ્યું, પણ તે એણે માન્યું નહીં તેથી તેમની સંગતિ-સેવા કરી નહીં એમ કહ્યું છે. ગુરુએ જેવો આત્મા કહ્યો તેવો માન્યો નહીં, પરંતુ બાહ્ય પ્રવૃત્તિમાં જીવ રોકાઈ ગયો. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભરાગમાં ધર્મ માનીને રોકાઈ ગયો. Tી ૫૧૫ /
( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૨, પાનું-૭૬ ) * હું પરને જાણું છે તે બુદ્ધિ મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com