________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ર૫૦ પરિણામમાં મીઠાશ રહી જાય છે. એમ ખાસ પ્રકારની પાત્રતા વિના જીવ અનેક પ્રકારથી અટકી જાય છે. મા ૫૦૧ાાં
(શ્રી પરમાગમસાર, બોલ-૪૭૭) * આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવા જનાર જીવ પહેલા શુદ્ધનાથી હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યેની મમતા રહિત છું, જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ વસ્તુ છું-એવો નિશ્ચય કરે છે. આ નિશ્ચયમાં પાંચ ઇન્દ્રિયના વિકલ્પોથી ખસ્યો છે ને મનનાં વિકલ્પમાં આવ્યો છે પણ એ મનના વિકલ્પોને પણ છોડવા આવ્યો છે. તે આગળ વધતા મન સંબંધી વિકલ્પોને જલદી વમી નાખીને નિર્વિકલ્પ થાય છે. ૫૦રા
(શ્રી પરમાગમસાર, બોલ-૪૮૫) * કરોડો શ્લોકો ધાર્યા પણ અંદરમાં ઊંડે ઊંડે પર તરફના વલણમાં કયાંક કયાંક રાજીપો લાગે છે. પર તરફનું જ્ઞાન છે એ પરસત્તાવલંબી જ્ઞાન છે તેમાં રાજી થાય છે કે, ઘણા માણસોને સમજાવું ને તેઓ રાજી થાય-એવી સુખકલ્પના રહી જાય છે. ધારણામાં યથાર્થ જાણપણું હોવા છતાં અંદરમાં અયથાર્થ પ્રયોજન છે તેથી સમ્યગ્દર્શન થતું નથી. IT ૫૦૩ાા
(શ્રી પરમાગમસાર, બોલ-૪૯૧) * દુનિયાની વાતનો રસ જેને હોય તેને આ વાત બેસવી કઠણ લાગે છે અને જેને આ વાતનો રસ લાગી જાય છે તેને બીજામાં રસ લાગતો જ નથી. એમ જેને ઇન્દ્રિયજ્ઞાનથી રસ ચડ્યો છે તેને અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી. જેમ રાગ એ વ્યભિચાર છે તેમ ઈન્દ્રિયજ્ઞાનનો રસ એ વ્યભિચાર છે. IT ૫૦૪
(શ્રી પરમાગમસાર, બોલ-પ૦૩) * ઇન્દ્રિયજ્ઞાન વૈભાવિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com