________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૪૮ છે તેને છ માસ તપાસ. IT ૪૯૬ ના
(શ્રી પરમાગમસાર, બોલ-૪૩૮) * પ્રશ્ન- આત્માનો સાક્ષાત્કાર કરવો છે પણ કેમ કરવો? તે પુરુષાર્થ ઉપડતો નથી.
ઉત્તર- ચૈતન્યસ્વભાવનો મહિમા કોઈ અચિંત્ય છે એમ અંદરથી મહિમા આવે તો સ્વ તરફ પુરુષાર્થ ઉપડે. ખરેખર તો જે પર્યાય પરલક્ષી છે તેને સ્વલક્ષી કરવી એમાં મહાન પુરુષાર્થ છે. ભાષા ભલે ટુંકી કરી નાખી કે દ્રવ્ય તરફ વળ, ધ્રુવ તરફ વળ-એમ ભાષા સહેલી ને ટુંકી કરી પણ તેમાં પુરુષાર્થ મહાન છે. ભલે શાસ્ત્રજ્ઞાન કરે, ધારણા જ્ઞાન કરી લે પણ પર્યાયને લક્ષમાં વાળવી એ પુરુષાર્થ અનંત છે, મહાન અપૂર્વ પુરુષાર્થ છે. ૪૯૭
(શ્રી પરમાગમસાર, બોલ-૪૪૬ ) * આત્માને જાણવા માટે પરિણામને સૂક્ષ્મ કર, સ્કૂલ પરિણામથી દ્રવ્ય જાણવામાં આવતું નથી. અજ્ઞાનીને અગિયાર અંગનું જ્ઞાન થઈ જાય છે તો પણ તેનો ઉપયોગ સુક્ષ્મ નથી, સ્થૂલ છે. આત્મા સ્થૂલ પરિણામોથી જાણવામાં આવતો નથી. સૂક્ષ્મ એવા આત્માને જાણવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે છે. IT ૪૯૮ાા
(શ્રી પરમાગમસાર, બોલ-૪૪૯) * ભગવાનની વાણીથી નહિ, તેના નિમિત્તે થયેલું પરલક્ષી જ્ઞાન તેનાથી પણ નહિ પરંતુ સ્વલક્ષી જે ભાવશ્રુતજ્ઞાન તેનાથી આત્મા જણાય છે. જે જ્ઞાન વડે આત્મા જણાય એ ભાવશ્રુતજ્ઞાન પરની અપેક્ષા વિનાનું છે. શ્રુત પણ વધારાનું છે (નકામું છે) તેમ શ્રુતથી થયેલું જ્ઞાન પણ * ઇન્દ્રિયજ્ઞાન અરૂપી એવા આત્માને જાણવાનું સાધન નથી *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com