________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૭ ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી IT ૪૯૩ાા
(શ્રી પરમાગમસાર, બોલ-૪૨૪) * પ્રશ્ન- આત્મા પરોક્ષ છે તો કેમ જણાય?
ઉત્તર:- આત્મા પ્રત્યક્ષ જ છે. પર્યાય અંતર્મુખ થાય તો આત્મા પ્રત્યક્ષ છે તેમ જણાય છે. બહિર્મુખ પર્યાયવાળાને આત્મા પ્રત્યક્ષ લાગતો નથી–પ્રત્યક્ષ દેખાતો નથી પણ આત્મા પ્રત્યક્ષ જ છે. એની સન્મુખ ઢળીને દેખે તો જણાય છે. // ૪૯૪
(શ્રી પરમાગમસાર, બોલ-૪૩૨) ચલો સખી વહાં જઈએ, જહાં અપના નહિ કોઈ, શરીર ભખે જનાવરા, મુવા રોવે ન કોઈ.
આહાહા! સંગથી ચાલ્યો જા ! સંગમાં રોકાવા જેવું નથી. ગિરિગુફામાં એકલો ચાલ્યો જા! આ મારગ એકલાનો છે. સ્વભાવના સંગમાં પડયો એને શાસ્ત્રસંગ પણ ગોઠતો નથી. આહાહા! અંદરની વાતો બહુ ઝીણી છે ભાઈ ! શું કહીએ. // ૪૯૫
(શ્રી પરમાગમસાર, બોલ-૪૩૩) * પરિણામને પરિણામ વડે દેખ એમ નહીં પણ પરિણામ વડે ધ્રુવને દેખ, પર્યાયથી પર તો ન દેખ પર્યાયને પણ ન દેખ, પણ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ તેને પર્યાયથી દેખ. તેને તું જો. તારી દષ્ટિ ત્યાં લગાવ. મહિના આવો અભ્યાસ કર. અંતર્મુખતત્ત્વને અંતર્મુખના પરિણામ વડે દેખ. અંતરમાં પ્રભુ પરમેશ્વર પોતે બિરાજે છે. તેને એકવાર છ માસ તો તપાસ કે આ શું છે? બીજી ચપળાઈ ને ચંચળાઈ છોડી દઈ અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ સિદ્ધસદશ પ્રભુ
* ઇન્દ્રિજ્ઞાન શેય બદલ્યા કરે છે *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com