________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૪૪
શેય ને આત્મા જ્ઞાયક એમ પણ (૫૨ સન્મુખપણે ) નથી. ૫૨દ્રવ્યોથી લાભ તો નથી પણ પ૨દ્રવ્યો જ્ઞેય ને તેનો તું જાણનાર છો એમ પણ ખરેખર નથી. હું જાણનાર છું, હું જ જણાવા યોગ્ય છું, હું જ મને જાણું છું પોતાના અસ્તિત્વમાં જે છે તે જ સ્વગ્નેય છે એમ પરમાર્થ બતાવીને ૫૨ તરફનું લક્ષ છોડાવ્યું છે.૫ ૪૮૫૫૫
(શ્રી પરમાગમસાર, બોલ-૩૮૩)
*પોતાની અપેક્ષાએ બીજા દ્રવ્યો અસત્ છે પોતે જ સત્ છે પોતે જ પોતાનો જ્ઞાતા જ્ઞેય ને જ્ઞાનરૂપ સત્ છે. માટે પોતાના સત્નું જ્ઞાન કરવું, પોતાના સત્નું જ્ઞાન કરતાં અતીન્દ્રિય આનંદની ઝલક આવ્યા વિના રહે જ નહી, અને આનંદ ન આવે તો તેણે પોતાના સતનું સાચું જ્ઞાન કર્યું જ નથી. મૂળ તો અંતરમાં વળવું એ જ આખા સિદ્ધાંતનો સાર છે.।। ૪૮૬।।
(શ્રી પરમાગમસાર, બોલ-૩૮૪)
* આ આત્મા છે તે જ્ઞાયક અખંડ સ્વરૂપ છે. તેમાં રાગ, કર્મ કે શરીર તો તેના નથી પણ પર્યાયમાં ખંડખંડ જ્ઞાન છે તે પણ તેનું નથી જડ-ઇન્દ્રિય તો તેના નથી પણ ભાવ-ઇન્દ્રિય ને ભાવમન પણ તેના નથી. એક એક વિષયને જાણતી જ્ઞાનની પર્યાય છે એ ખંડખંડ જ્ઞાન છે. એ પરાધીનતા છે, પરવશતા છે, એ દુઃખ છે.
|| ૪૮૭।।
(શ્રી પરમાગમસાર બોલ–૩૮૬)
* અહીં તો જે જ્ઞાન આત્માના લક્ષે થાય તેને જ જ્ઞાન કહે છે. જે જ્ઞાન ઇન્દ્રિયના લક્ષે થાય છે, શાસ્ત્રના લક્ષે થાય છે તેને જ્ઞાન કહેતાં નથી. ત્રિકાળી જ્ઞાયક ભગવાનના આશ્રય વિના અગિયાર અંગના જ્ઞાનને
* ઇન્દ્રિયજ્ઞાન તે આત્માને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com