________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
* અતીન્દ્રિય જ્ઞાનમય આત્મા છે, ઇન્દ્રિય જ્ઞાનમય નથી. ઇન્દ્રિયોથી શાસ્ત્રો વાંચ્યા, સાંભળ્યા તે જ્ઞાન, અતીન્દ્રિય જ્ઞાન નહી, તે આત્મજ્ઞાન નહીં, તે તો ખંડ-ખંડ જ્ઞાન છે. ૧૧ અંગ ને ૯ પૂર્વનું જ્ઞાન પરસત્તા અવલંબી જ્ઞાન છે. તે બંધનું કારણ છે. અહીં પરમાત્મા એમ ફરમાવે છે કે પ્રભુ! એકવાર સાંભળ, આત્માને અતીન્દ્રિયજ્ઞાનથી જાણવું થાય છે, ઇન્દ્રિયજ્ઞાનથી જાણવું થાય તે આત્મા નહીં.।। ૪૮૨।।
(શ્રી ૫૨માગમસાર, બોલ-૨૫૬)
* ઇન્દ્રિયજ્ઞાનના જેને રસ ચઢયા છે તેને અતીન્દ્રિયજ્ઞાન થતું નથી.।। ૪૮૩।।
(શ્રી ૫૨માગમસાર, બોલ–૨૫૭)
* પરમાત્મા ફરમાવે છે કે પ્રભુ! તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયં આત્મા પોતે જ અનુભવમાં આવે છે. જ્ઞાનની પ્રગટ દશામાં સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવવા છતાં પણ તું તેને દેખતો નથી. કેમ ? કે પર્યાયબુદ્ધિને વશ થઈ જવાથી પરદ્રવ્યોની સાથે એકત્વબુદ્ધિથી સ્વદ્રવ્યને દેખી શકતો નથી.।।૪૮૪।।
(શ્રી પરમાગમસાર, બોલ-૩૫૨ )
* (૫૨સન્મુખ જ્ઞાનમાં થતું પરલક્ષ છોડાવવા અને પોતાનું સ્વરૂપઅસ્તિત્વ વેધ-વેદકપણે જાણવા યોગ્ય છે. તે ન્યાયે.) જ્ઞેયજ્ઞાયક સંબંધી પણ જીવને ભ્રાંતિ રહી જાય છે કે છ દ્રવ્યો તે જ્ઞેય ને આત્મા તેનો જ્ઞાયક છે. પરંતુ જીવથી ભિન્ન પુદ્દગલ આદિ છ દ્રવ્યો તે જ્ઞેય ને આત્મા તેનો શાયક છે એમ નિશ્ચયથી નથી. અરે ! રાગ તે
* ઇન્દ્રિયજ્ઞાન સ્વ કે ૫૨ને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com