________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૪૨ ઉત્તરઃ- જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વપરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહિ ને એકલા પરને પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. ૪૭૮
(શ્રી પરમાગમસાર, બોલ–૧૮૪) * પ્રશ્ન-મિથ્યા શ્રદ્ધાના કારણે જ્ઞાન વિપરીત કહેવાય છે?
ઉત્તર- મિથ્યા શ્રદ્ધાના કારણે જ્ઞાનને વિપરીત કહેવું એ તો નિમિત્તથી કથન થયું. જ્ઞાન સ્વપ્રકાશક હોવા છતાં અને પ્રકાશનું નથી તે જ્ઞાનનો પોતાનો દોષ છે. ૪૭૯.
(શ્રી પરમાગમસાર, બોલ-૧૮૫) કાગળ ઉપરના ( ચિતરેલા) દીવા ખડને બાળે નહિ, તેમ એકલા શાસ્ત્રના જ્ઞાને સંસાર બળે નહીં. ૪૮Oા
( શ્રી પરમાગમસાર, બોલ-૨૦૫) * ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપે બિરાજમાન છે તેને અતીન્દ્રિયજ્ઞાનથી જાણવું થાય. પણ તેને ઇન્દ્રિયો વડે જાણવાનું થતું નથી. ઇન્દ્રિયો વડે જાણવાનું કાર્ય તેને થતું નથી. તેને એટલે કે જ્ઞાયક આત્માને લિંગો વડ એટલે કે પાંચ ઇન્દ્રિયો વડે જાણવું થતું નથી. ઇન્દ્રિય વડે જાણવાનું કામ કરે તે આત્મા નથી, ઇન્દ્રિય અણાત્મા છે, તેથી તે વડે જાણવાનું કાર્ય કરે તે જ્ઞાન જ અણાત્મા છે, શાસ્ત્ર સાંભળે ને તે વડે જે જ્ઞાન થાય તે જ્ઞાનને આત્મા કહેતાં નથી. શાસ્ત્ર સાંભળતા ખ્યાલમાં આવે કે આમ કહે છે-એમ જે જાણવું થયું તે ઈન્દ્રિય વડે થયું હોવાથી તેને આત્મા કહેતાં નથી... ૪૮૧
(શ્રી પરમાગમસાર, બોલ-૨૫૫)
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર હોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com