________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૧ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
* જે જ્ઞાનમાં શબ્દશ્રુત આધાર છે પણ આત્મા આધાર નથી તે શબ્દશ્રુતજ્ઞાન છે, તેનાથી આત્મજ્ઞાન થતું નથી. શબ્દશ્રુતને જાણવાનો જેટલો વિકલ્પ છે તે જ્ઞાન પરલક્ષી છે. વીતરાગના શાસ્ત્રોનું જ્ઞાન છે તે પરલક્ષી જ્ઞાન હોવાથી પરલક્ષી જ્ઞાનનો નિષેધ કર્યો છે. ૪૭૫TT
(શ્રી પરમાગમસાર, બોલ-૧૪૨) * જેમ ભક્તિ આદિ બંધનું કારણ છે તેમ શાસ્ત્રભણતર પુણ્યબંધનું કારણ છે. પણ તેમાંથી નીકળીને જ્ઞાયકનો અનુભવ કરવો તે મોક્ષનું કારણ છે. શાસ્ત્ર કહે છે શું? આચારાંગાદિમાં કહે છે શું-કે આત્માનો અનુભવ કરવો. પરથી, રાગથી ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન કરવું તે શાસ્ત્ર ભણતરનો ગુણ છે પણ અભવીને તેનો અભાવ હોવાથી તે અજ્ઞાની છે, આત્મા શુદ્ધજ્ઞાનમય છે કે જે શાસ્ત્રજ્ઞાનના વિકલ્પથી પણ રહિત છે. એવા આત્માનું જેને જ્ઞાન નથી તે શાસ્ત્ર ભણ્યો પણ તેથી શું? ૪૭૬ IT
(શ્રી પરમાગમસાર બોલ-૧૫૦) * પ્રશ્ન- સમ્યગ્દષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે સ્વપ્રકાશક છે?
ઉત્તર- સમ્યગ્દષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે પણ (જ્ઞાન સ્વપ્રકાશક છે પણ ઉપયોગરૂપ પરપ્રકાશક વખતે ઉપયોગરૂપ સ્વપ્રકાશક ન હોય અને ઉપયોગરૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગરૂપ પર પ્રકાશક ન હોય પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપરપ્રકાશક જ છે. ૪૭૭Tો.
(શ્રી પરમાગમસાર, પાન-૪૭, બોલ-૧૫૮) * પ્રશ્ન:- જ્ઞાન વિભાવરૂપ પરિણમે છે?
* મહારાજા ઈન્દ્રિયજ્ઞાનને જ્ઞાન કહે છે, સર્વજ્ઞદેવ તેને શેય કહે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com