________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૪૦ જણાય તેવો છે, તે સિવાય જણાય તેવો નથી. નિર્વિકારીસ્વસંવેદનજ્ઞાનથી જણાય તેવો છે પણ ભગવાનની વાણીથી જણાય તેવો નથી. ભગવાનની ભક્તિથી જણાય તેવો નથી. આનંદની અનુભૂતિના સ્વસંવેદનશાનથી જણાય એવો હું છું અને બધા આત્માઓ પણ એના સ્વસંવેદનશાનથી એને જણાય એવા છે. ૪૭રો
(શ્રી પરમાગમસાર, બોલ–૧૨૦, ) * જ્ઞાનની દશામાં અનુભૂતિસ્વરૂપ ભગવાન જણાય છે, છતાં તેને તું કેમ જાણતો નથી. અરેરે !! જ્ઞાનની દશામાં ભગવાન જણાવા છતાં અનાદિથી વિકલ્પને તાબે થઈને રહ્યો હોવાથી ભગવાન જણાતો નથી. જ્ઞાનરૂપી અરીસાની સ્વચ્છતામાં ભગવાન આત્મા જણાવા છતાં પોતાને ખબર કેમ પડતી નથી?–કે રાગના વિકલ્પને વશ થયો હોવાથી તેની નજરમાં રાગ આવે છે. તેથી ભગવાન. જણાવા છતાં જણાતો નથી. અજ્ઞાની અનાદિથી દયા-દાન આદિ વિકલ્પને તાબે થઈ ગયો હોવાથી જ્ઞાનની વર્તમાન દશામાં અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. તોપણ તેને જાણતો નથી. / ૪૭૩
(શ્રી પરમાગમ, બોલ-૧૩૧) * જે કાંઈ શાસ્ત્રનું જ્ઞાન થાય તેમાં શબ્દ નિમિત્ત છે. તેથી તે જ્ઞાનને શબ્દશ્રુતજ્ઞાન કહે છે પણ તે આત્મજ્ઞાન નથી. ખરેખર તો શબ્દશ્રુતજ્ઞાનમાં જ્ઞાનનું જે પરિણમન છે તે આત્માનું પરિણમન જ નથી, કેમ કે જેમ પુદગલની ઠંડી ગરમ આદિ અવસ્થા જ્ઞાન કરાવવામાં નિમિત્ત છે, પણ શીત-ઉષ્ણપણે પરિણમવું તે જ્ઞાનનું કાર્ય નથી, તે તો પુદગલનું કાર્ય છે, તેમ નવ તત્ત્વોની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન અને વ્યવહારચારિત્ર તે ત્રણે રાગ છે ને આત્માનું રાગપણે પરિણમવું અશકય છે./ ૪૭૪
( શ્રી પરમાગમસાર, બોલ–૧૪૧) * ઈન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com